સુપ્રીમ કોર્ટનો ચુકાદો/ કોરોનામાં અનાથ થયેલા બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેતા સામે સુપ્રીમ કોર્ટનો કાર્યવાહીનો આદેશ

કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને ગેરકાયદે ગોદ લેવા પર ચિંતા વ્યકત કરતાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે રાજય સરકારો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓએ એનજીઓ પર કાર્યવાહી કરે છે જે ગેરકાયદે બાળકોને ગોદ લઈ રહી છે.   જસ્ટીસ એલ.નાગેશ્વર રાવની પીઠે આદેશમાં જણાવ્યુ છે કે જેજે એકટ 2015 ની જોગવાઈઓ સિવાય […]

India
666756 supreme court dna 1 કોરોનામાં અનાથ થયેલા બાળકોને ગેરકાયદેસર રીતે દત્તક લેતા સામે સુપ્રીમ કોર્ટનો કાર્યવાહીનો આદેશ

કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને ગેરકાયદે ગોદ લેવા પર ચિંતા વ્યકત કરતાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે રાજય સરકારો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓએ એનજીઓ પર કાર્યવાહી કરે છે જે ગેરકાયદે બાળકોને ગોદ લઈ રહી છે.

 

જસ્ટીસ એલ.નાગેશ્વર રાવની પીઠે આદેશમાં જણાવ્યુ છે કે જેજે એકટ 2015 ની જોગવાઈઓ સિવાય કોઈ અન્ય રીતે બાળકોને ગોદ લેવાનું રોકવામાં આવે કોર્ટે જણાવ્યું હતું કે બાળકોને ગોદ લેવા માટે આમંત્રણ આપવુ ગેરકાનુની છે અને તેને કારા-સેન્ટ્રલ એડોપ્ટેશન કન્ટ્રોલ ઓથોરીટીને સામેલ કરીને બાળકને ગોદમાં લઈ શકાય છે કોર્ટે જણાવ્યું હતું કે આ ગેરકાનુની કામમાં સામેલ એનજીઓ, એજન્સીઓ અને વ્યકિતઓની સામે કડક પગલાં ઉઠાવવામાં આવે.

 

કોર્ટે તેમ પણ જણાવ્યું હતું કે આ એજન્સીઓને નિરાધાર થયેલા બાળકોનાં નામે ફંડ એકત્ર કરવા અને બાળકોને ગોદમાં લેવા માટે લોકોને આમંત્રણ આપતી રોકવામાં આવે.કોર્ટે આ આદેશ ત્યારે આપ્યો.જયારે એનસીપીઆર દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે એનજીઓ અને અનેક લોકો મિડિયામાં જાહેરાત આપીને બાળકોને ગોદ લેવા માટે આમંત્રીત કરી રહ્યા છે.

 

આ પહેલા કોર્ટે બધી રાજય સરકારોને કહ્યું હતું કે બાલ સ્વપ્ન પોર્ટલ પર માર્ચ 2020 થી લઈને અત્યાર સુધી મહામારીનાં કારણે પોતાના માતા પિતા ખોઈ ચૂકેલા બાળકોની જાણકારી માટે આ પોર્ટલ એનસીપીસીઆરે બનાવ્યુ છે.