જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સ ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સામે આજે શ્રી નગરમાં મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ સામે સિબિઆઇ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. ક્રિકેટ એકેડમી સ્કેમ માં એમના સહીત કુલ 4 લોકો સામે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ ઘોટાળો 2012 માં સામે આવ્યો, જયારે જમ્મુ કશ્મીર ક્રિકેટ એસોસિએશનના કોષાધ્યક્ષ મંજુર વજીર એ એસોસિએશનના પૂર્વ અધિકારીયો મુહમ્મદ સલીમ અને અહસાન મિર્ઝા સામે ફરિયાદ કરી હતી.ત્યારબાદ 2015માં હાઈકોર્ટે આ મામલે સિબિઆઇ તપાસનો આદેશ આપ્યો હતો.
એમના પર આરોપ છે કે એપ્રિલ 2002 થી ડિસેમ્બર 2011 દરમ્યાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જમ્મુ કશ્મીરને ક્રિકેટને વધારવા માટે 112 કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાંથી 46 કરોડ જેટલા રૂપિયા વચ્ચેથી જ ચાઉં થઇ ગયા છે. જે સમયે આ ઘોટાળો થયો ત્યારે જમ્મુ કશ્મીર ક્રિકેટ એસોસિએશન ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા હતા.
એમની સામે 120બી, 406 અને 409 જેવી ધારાઓમાં કેસ દાખલ થયો છે. આ કેસ બાબતે જાન્યુઆરી 2018માં સિબિઆઇ અધિકારીઓએ ફારુક અબ્દુલ્લા સાથે પૂછપરછ કરી હતી. એ પહેલા આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી પણ એ પોલીસ તપાસ પર સવાલ ઉઠાવવામાં આવ્યા ત્યાર બાદ કોર્ટે સિબિઆઇને તપાસ સોપી.
આ ચાર્જશીટ ફારુક અબ્દુલ્લા સિવાય જમ્મુ કશ્મીર ક્રિકેટ એસોસિએશન ના તત્કાલીન મહાસચિવ સલીમ ખાન, તત્કાલીન કોષાધ્યક્ષ અફસાન અહમદ મિર્ઝા અને જે એન્ડ કે બેન્કના એક્ઝીક્યુટીવ અધિકારી બશીર અહમદ વિરુદ્ધ રજુ કરવામાં આવી છે.