Not Set/ સ્વિડનમાં ખળભળાટ : રાજ પરિવારના હાથમાંથી સરક્યો સ્વિડિશ તાજ

સ્વીડનનો રાજ પરિવાર ગ્લેમર, ગોસિપ અને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવતા રોયલ તાજ અને ઝવેરાતના કારણે નિયમિતપણે યુરોપ સહીત વિશ્વનું ધ્યાન ખેંચાતા રહે છે. પરંતુ હાલમાં કૈક એવું થયું જેનાથી રાજ પરિવાર ની આ પરંપરા મુશ્કેલ થઇ જશે, કારણ કે સ્વિડિશ તાજ અને ઝવેરાત હવે રાજ પરિવાર ના હાથમાંથી સરકી ગયો છે. હકીકતમાં મંગળવારે બપોરે બે શાતીર […]

Top Stories World
ECVNE55VCQ6HVKLZXHAYL6U5TY સ્વિડનમાં ખળભળાટ : રાજ પરિવારના હાથમાંથી સરક્યો સ્વિડિશ તાજ

સ્વીડનનો રાજ પરિવાર ગ્લેમર, ગોસિપ અને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવતા રોયલ તાજ અને ઝવેરાતના કારણે નિયમિતપણે યુરોપ સહીત વિશ્વનું ધ્યાન ખેંચાતા રહે છે.

પરંતુ હાલમાં કૈક એવું થયું જેનાથી રાજ પરિવાર ની આ પરંપરા મુશ્કેલ થઇ જશે, કારણ કે સ્વિડિશ તાજ અને ઝવેરાત હવે રાજ પરિવાર ના હાથમાંથી સરકી ગયો છે. હકીકતમાં મંગળવારે બપોરે બે શાતીર ચોરે 17મી સદીનો ઓરબ અને બે સોનાના તાજ સ્ટોકહોમ નજીક આવેલા મુખ્ય દેવળ માંથી ચોરી લીધા હતા. જણાવી દઈએ કે મુખ્ય દેવળમાં આ ઝવેરાત કાચની પેટીમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા હતા.

મુખ્ય દેવળના પ્રવક્તાએ જણાવ્યું કે બે માણસોએ ઝવેરાત ચોરી લીધા બાદ એલાર્મ બંધ થઇ ગયો હતો. જોકે, સલામતી સાવધાનીઓ સખ્ત નિર્દેશાનુસાર જ હતી.

Sweden Crown Heist 61655 780x520 e1533204856697 સ્વિડનમાં ખળભળાટ : રાજ પરિવારના હાથમાંથી સરક્યો સ્વિડિશ તાજ

રાજ પરિવારે ઝવેરાતને વીમાથી સુરક્ષિત કરેલું હતું. પરંતુ અધિકારીઓએ ભાર મુકતા જણાવ્યું કે ચોરી થયેલ ઝવેરાત કિંમતથી પરે છે. પોલીસ અધિકારી થોમસે જણાવ્યું કે ચોરી થયેલી રાષ્ટ્રીય હિતની અમૂલ્ય વસ્તુઓ હતી. જોકે, એક અધિકારીએ એવું પણ જણાવ્યું કે આ ઝવેરાતને જાહેર બજારમાં વેચી નહિ શકાય. એવું બની શકે કે કોઈ સંરક્ષકે પોતાની પાસે રાખવા માટે આ ઝવેરાતની ચોરી કરાવી હોય.

સાક્ષીઓના જણાવ્યા મુજબ બે માણસો મહિલાઓની બાઈકનો ઉપયોગ કરીને મુખ્ય દેવળ પાસે આવેલા ખાડી-માર્ગ તરફ ભાગ્યા હતા. ત્યારબાદ તેઓ ખુબ ઝડપથી બોટ પર કુદ્યા અને નાસી છૂટ્યા હતા.

તેઓ મલરેન તળાવમાં સ્પીડબોટની મદદથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જણાવી દઈએ કે 74 માઈલ લાંબા મલરેન તળાવમાં ઘણા નાના ટાપુઓ આવેલા છે.

gettyimages 549388467 1 e1533205236773 સ્વિડનમાં ખળભળાટ : રાજ પરિવારના હાથમાંથી સરક્યો સ્વિડિશ તાજ

ચોર ભાગી છૂટ્યા બાદ હેલિકોપ્ટર અને બોટ દ્વારા પોલીસે તપાસ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જોકે, અધિકારીઓને કેટલાક સંકેતો મળ્યા છે, જે દ્વારા જાણી શકશે કે ચોરો ક્યાં ભાગ્યા છે.

સ્વીડનના રાજ પરિવારના ઝવેરાતનો ઉપયોગ છેલ્લે 20મી સદીની શરૂઆતમાં થયો હતો. હાલમાં આ ઝવેરાતનો ઉપયોગ ફક્ત પ્રદર્શન હેતુથી જ કરવામાં આવે છે. 2012માં પણ રાજ પરિવારના એક મિત્ર પર 1,20,000 ડોલરના ઝવેરાતની ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.