Not Set/ શ્રીલંકા આત્મઘાતી હુમલો: રક્ષા સચિવે આપ્યું રાજીનામુ, રાષ્ટ્રપત સિરિસેનાની હતી માંગ

શ્રીલંકામાં ગત રવિવારે થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટ બાદ શ્રીલંકાના રક્ષા સચિવ હેમસિરિ ફર્નાન્ડોએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટોને રોકવામાં તેની નિષ્ફળતા બાદ ફર્નાન્ડોએ રાજીનામુ આપ્યું છે. જણાવી દઇએ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ રક્ષા સચિવ હેમસિરી ફર્નાન્ડોને અને દેશના મુખ્ય પોલિસ વડા પુજીત જયસુંદરાને રાજીનામુ આપવા કહ્યું હતું. મીડિયામાં પ્રસ્તુત અહેવાલ […]

World
hemasiri fernando 1556199845 શ્રીલંકા આત્મઘાતી હુમલો: રક્ષા સચિવે આપ્યું રાજીનામુ, રાષ્ટ્રપત સિરિસેનાની હતી માંગ

શ્રીલંકામાં ગત રવિવારે થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટ બાદ શ્રીલંકાના રક્ષા સચિવ હેમસિરિ ફર્નાન્ડોએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. શ્રીલંકામાં થયેલા બોમ્બ વિસ્ફોટોને રોકવામાં તેની નિષ્ફળતા બાદ ફર્નાન્ડોએ રાજીનામુ આપ્યું છે. જણાવી દઇએ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ રક્ષા સચિવ હેમસિરી ફર્નાન્ડોને અને દેશના મુખ્ય પોલિસ વડા પુજીત જયસુંદરાને રાજીનામુ આપવા કહ્યું હતું. મીડિયામાં પ્રસ્તુત અહેવાલ મુજબ આત્મઘાતી હુમલા થવાની ગુપ્ત માહિતી મળવા છતાં પણ આ હુમલાને રોકવામાં નિષ્ફળ રહેલા બન્ને અધિકારીઓના રાજીનામાની માંગ ઉઠી હતી.

ઇસ્ટર પર થયેલા વિસ્ફોટ પછી દેશને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તે આગામી 24 કલાકની અંદર દેશની સુરક્ષા અને સલામતી માટે ટોચના સ્તરેથી જ ફેરફાર કરશે. સીરિસેનાએ બન્ને અધિકારીઓને રાજીનામુ આપી દેવાનું કહ્યું હતું. નોંધનીય છે કે રવિવારે શ્રીલંકામાં થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટોમાં કુલ 359 લોકોનો મોત થયા હતા અને 500 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.