Not Set/ શપથ ગ્રહણ/ ભાજપનાં ત્રણેય નવા ધારાસભ્યો વિજય મુહુર્તમાં લેશે શપથ

ગુજરાતમાં થોડા દિવસો પહેલા વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમા કોંગ્રેસ અને ભાજપને 3-3 બેઠકો પર જીત મળી હતી. જ્યા કોંગ્રેસને રાધનપુર, થરાદ અને બાયડ તો બીજી તરફ ભાજપને લુણાવાડા, ખેરાલુ અને અમરાઈવાડીમાં જીત મળી છે. જણાવી દઇએ કે, આજે ભાજપનાં ત્રણેય નવા ધારાસભ્યો વિજય મુહુર્તમાં શપથ ગ્રહણ કરશે. વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર […]

Top Stories Gujarat Others
pjimage 10 શપથ ગ્રહણ/ ભાજપનાં ત્રણેય નવા ધારાસભ્યો વિજય મુહુર્તમાં લેશે શપથ

ગુજરાતમાં થોડા દિવસો પહેલા વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમા કોંગ્રેસ અને ભાજપને 3-3 બેઠકો પર જીત મળી હતી. જ્યા કોંગ્રેસને રાધનપુર, થરાદ અને બાયડ તો બીજી તરફ ભાજપને લુણાવાડા, ખેરાલુ અને અમરાઈવાડીમાં જીત મળી છે. જણાવી દઇએ કે, આજે ભાજપનાં ત્રણેય નવા ધારાસભ્યો વિજય મુહુર્તમાં શપથ ગ્રહણ કરશે.

વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી 12.39 કલાકે નવા ધારાસભ્યોને શપથ લેવડાવશે. જણાવી દઇએ કે, લુણાવાડા, ખેરાલુ અને અમરાઈવાડીમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં લુણાવાડામાં ભાજપનાં જીજ્ઞેશ સેવક, ખેરાલુમાં અજમલજી ઠાકોર અને અમરાઈવાડીમાં જગદીશ પટેલની જીત થઈ હતી. ત્યારે હવે આજે આ ત્રણેય ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.