ગમખ્વાર અકસ્માત/ “બ્લેક બુધવાર” તારાપુરમાં અકસ્માતમાં ૧૦ના મોત બાદ વાંકાનેરમાં અકસ્માતમાં એકનું મોત

આજે બુધવારે જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી હોય તેમ દિવસની શરૂઆત થયાની સાથે જ ગમખ્વાર અકસ્માતો ના બનાવો બની રહ્યા છે. સવારે સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. હજી આ બનાવની શાહી સુખાઈ પણ નથી ને ત્યાં વધુ એક ગમખ્વાર […]

Gujarat
accident 3 "બ્લેક બુધવાર" તારાપુરમાં અકસ્માતમાં ૧૦ના મોત બાદ વાંકાનેરમાં અકસ્માતમાં એકનું મોત

આજે બુધવારે જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી હોય તેમ દિવસની શરૂઆત થયાની સાથે જ ગમખ્વાર અકસ્માતો ના બનાવો બની રહ્યા છે. સવારે સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. હજી આ બનાવની શાહી સુખાઈ પણ નથી ને ત્યાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે.

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક બે બાઈક સામસામે અથડાયા હોય જે અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે જે બનાવની નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

વાંકાનેરના તીથવા ગામના રહેવાસી સામજીભાઇ નરશીભાઈ દેત્રોજા કોળીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બાઈક જીજે ૦૩ એફજી ૦૭૧૯ ના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી જતો હોય અને તીથવા ગામ નજીક ફરિયાદીના દીકરા ગોપાલભાઈના બાઈક જીજે ૦૩ ડીઆર ૧૭૨૭ સાથે અકસ્માત સર્જ્યો હોય જે અકસ્માતમાં બાઈકસવાર ગોપાલને હાથ અને માથાના ભાગે ઈજા થતા મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બાઈકચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે