Banaskantha samachar/ ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

બનાસકાંઠાના ધરનોધર ગામમાં જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયુ છે. જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે લાકડીઓથી અને છૂટા હાથની મારામારી થઇ હતી.

Gujarat Others
જૂથ અથડામણ
  • બનાસકાંઠા:ધાનેરામાં જમીન બાબતે જૂથ અથડામણ
  • બે જૂથના લોકો વચ્ચે મારામારી થઈ,
  • રામારીના વીડીયો થયાં વાયરલ
  • ધાનેરા પોલીસે સામ સામે 12 લોકો સામે ફરિયાદ

Banaskantha News: ધાનેરા તાલુકાના ધરણોધર ગામ ખાતે જમીનના વિવાદ મામલે જૂથ અથડામણની ઘટના સામે આવી છે.આ ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે ધાનેરા અને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાસકાંઠાના ધરનોધર ગામમાં જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયુ છે. જમીન બાબતે બે સમાજના લોકો વચ્ચે લાકડીઓથી અને છૂટા હાથની મારામારી થઇ હતી. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને જે બાદ હાલ ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે. છુટા હાથની મારામારીમાં બે સમાજના આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ ઈજાગ્રસ્ત 4 મહિલાઓ અને 4 પુરુષને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ બંને સમાજના લોકો વચ્ચે જમીન માટે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ પહેલા પોલીસે પણ બંને સમાજના લોકો વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ. જોકે તે બાદ ફરીથી બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયુ હતુ. આ જમીન એક વ્યક્તિએ વેચાણથી લીધી હતી જે બાદ અન્ય સમાજના લોકો આવીને આ જમીન પર કબજો જમાવવા માટે આવ્યા હતા. જેના કારણે આ ઘીંગાણું થયુ હતુ.

આ જૂથ અથડામણ વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનમાં સામ સામે 12 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતે ધાનેરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો:ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાનો લીધો જીવ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:બહુચરાજી એપીએમસીની પેટાચૂંટણીમાં ભાજપ vs ભાજપ

આ પણ વાંચો:ગુજરાતમાં ચાર-ચાર કલાકે હાર્ટ એટેકથી યુવાનોના થઇ રહ્યા છે મોત

આ પણ વાંચો: માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ