- ભાવનગર:રખડતા ઢોરે વધુ એક મહિલાનો ભોગ લીધો
- આખલો રોડ પર આવી જતા કાર પલ્ટી ખાઇ ગઇ
- કાર પલ્ટી ખાતા મહિલાનું મોત,પતિ ઇજાગ્રસ્ત
- દશ નાળા પાસે આખલો રોડ પર આવી જતા કાર પલ્ટી
Bhavnagar news:ભાવનગર શહેર જિલ્લામાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, શહેર અને જિલ્લામાં રખડતાં ઢોરને લીધે બે અકસ્માતો સર્જાયા છે. શહેરના દસનાળા નજીક કારની અડફેટે ગાય આવી જતા કારે પલ્ટી મારી હતી. અકસ્માત સર્જાતા હમીદભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર.ટી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.
જેમાં સારવાર દરમિયાન હુસનાબેનનું મૃત્યુ થયું હતું. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા આખલાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.. આ ઘટનાઓ પરથી કહી શકાય કે ભાવનગર જિલ્લામાં રખડતાં ઢોરને લઈને મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે.
વધુ માહિતી મુજબ આ ઘટનામાં મૃત્યુ પામનાર હુસનાબેન કે જેનું સાચું નામ હેતલ રાઠોડ હતું તેમણે એક વર્ષ અગાઉ મુસ્લિમ યુવક સાથે ભાગીને લવ મેરેજ કર્યા હતા ત્યારે જે તે સમયે યુવતીના પરિજનોએ યુવતીની હત્યા કરી નાખવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. માટે આ અકસ્માતની ઘટનાને પગલે યુવતીના પરિજનોએ હત્યાની આશંકા દર્શાવી પેનલ પીએમની માંગ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં ભણતા ભણતા મોત
આ પણ વાંચો:ગુજરાતમાં ચાર-ચાર કલાકે હાર્ટ એટેકથી યુવાનોના થઇ રહ્યા છે મોત
આ પણ વાંચો:બહુચરાજી એપીએમસીની પેટાચૂંટણીમાં ભાજપ vs ભાજપ
આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ