Not Set/ ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ

કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી હાલાકી વચ્ચે ટ્વિટર ઇન્ડિયાએ ફરી એકવાર વિવાદને જોર આપ્યું છે. આ વખતે તેણે પોતાની વેબસાઇટ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશો તરીકે બતાવ્યો છે.

Top Stories Tech & Auto
11 49 ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ

કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી હાલાકી વચ્ચે ટ્વિટર ઇન્ડિયાએ ફરી એકવાર વિવાદને જોર આપ્યું છે. આ વખતે તેણે પોતાની વેબસાઇટ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશો તરીકે બતાવ્યો છે. ટ્વિટરે પોતાની સાઇટનાં કેરિયર ઓપ્શનવાળા પૃષ્ઠ પર જે દુનિયાનો નકશો દર્શાવ્યો છે, તેમા ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ગુમ થયેલુ બતાવવામાં આવેલ છે. એટલે કે, તેઓ એક અલગ દેશ તરીકે સૂચિત કરવામાં આવેલ છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવી માંગ ઝડપથી કરવામાં આવી રહી છે કે, ભારતની સાર્વભૌમત્વ અને સન્માન સાથે વારંવાર રમી રહેલા ટ્વિટરને દેશમાં કેમ પ્રતિબંધ ન કરવામાં આવે?

11 50 ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ

જમ્મુ / આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ

આ પહેલીવાર નથી જ્યારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર દ્વારા ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ ટ્વિટર એ જમ્મુ-કાશ્મીરને એક અલગ રીતે બતાવ્યું હતું. સરકારી સૂત્રોએ કહ્યું છે કે, ટ્વિટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ 12 નવેમ્બરનાં રોજ સરકારે કેન્દ્રિય શાસિત લદ્દાખને બદલે લેહને જમ્મુ-કાશ્મીરનાં ભાગ રૂપે બતાવવા ટ્વિટરને નોટિસ ફટકારી હતી. આ ખોટો નકશો એક સમયે ટ્વિટર દ્વારા બતાવવામાં આવ્યો છે, જ્યારે આ સાઇટ સરકારનાં નવા સોશિયલ મીડિયા નિયમો લઇને નિશાના પર છે. સરકારે આ નવા નિયમોનું ઇરાદાપૂર્વક પાલન ન કરવા અંગે ટ્વિટર પર આક્ષેપ અને ટીકા કરી છે. જો કે, તાજેતરનાં વિવાદ અંગે ભારત સરકાર દ્વારા ટ્વિટરને કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. જો કે, નિષ્ણાતો માને છે કે જો કોઈ નોટિસ જારી કરવામાં આવે છે અને જો ટ્વિટર સુધાર કરશે નહીં, તો સંભવિત વિકલ્પોમાં ભારતમાં ટ્વિટરનાં એક્સેસ પર પ્રતિબંધ મૂકવા આઇટી એક્ટની કલમ 69 એ હેઠળ કાર્યવાહી શરૂ કરવાનો સમાવેશ થઈ શકે છે. આ સાથે ફોજદારી કાયદો (સુધારો) અધિનિયમ હેઠળ સરકાર એફઆઈઆર દાખલ કરી શકે છે, જેમાં છ મહિના સુધીની સજાની જોગવાઈ છે.

11 51 ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ

કાશ્મીરમાં પોલીસ નિશાના પર / આતંકીઓએ સ્પેશલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ, SPO અને તેમની પત્ની – પુત્રીનું મોત

ટ્વિટરનાં કેરિયર ઓપ્શનવાળા પૃષ્ઠ પર ભારતનાં નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ શામેલ નથી. એટલે કે તેને સરહદની બહાર બતાવવામાં આવેલ છે. લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. હજી સુધી આ મામલે ટ્વિટરનું નિવેદન આવ્યું નથી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટરને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ગયા અઠવાડિયે, કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદનાં એકાઉન્ટને કોપીરાઇટનાં ઉલ્લંઘનનાં કારણે કંપનીએ એક કલાક માટે લોક કરી દીધું હતું. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય આઇટી નિયમો હેઠળ કંપની દ્વારા લેવામાં આવેલા ફરિયાદ અધિકારીએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. ધર્મેન્દ્ર ચતુરે શા માટે રાજીનામું આપ્યું છે, જોકે તે હજી સ્પષ્ટ નથી.

Footer ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ