Not Set/ પી. પી. સવાણી ગ્રુપથી પ્રભાવિત થઈને રાજકોટમાં પણ યોજાયા પિતા વગરની ૨૨ દીકરીઓના સમૂહ લગ્ન

રાજકોટ કન્યાદાન જેવું ઉત્તમ દાન દુનિયામાં કોઈ નથ અને જેને તેનો લ્હાવો મળે છે તે પોતાને  ઘણા નસીબદાર સમજે છે. સુરતમાં છેલ્લા ૩ વર્ષોથી પી. પી સવાણી ગ્રુપ હેઠળ મહેશ સવાણી પિતા ગુમાવનાર  દીકરીઓના ધૂમધામથી લગ્ન કરે છે. મહેશભાઈના ભાઈનું મૃત્યુ થયા પછી તેમની દીકરીનું કન્યાદાન કરવા જયારે તેઓ બેઠા ત્યારે તેમણે વિચાર આવ્યો કે […]

Top Stories Rajkot Gujarat Trending

રાજકોટ

કન્યાદાન જેવું ઉત્તમ દાન દુનિયામાં કોઈ નથ અને જેને તેનો લ્હાવો મળે છે તે પોતાને  ઘણા નસીબદાર સમજે છે. સુરતમાં છેલ્લા ૩ વર્ષોથી પી. પી સવાણી ગ્રુપ હેઠળ મહેશ સવાણી પિતા ગુમાવનાર  દીકરીઓના ધૂમધામથી લગ્ન કરે છે. મહેશભાઈના ભાઈનું મૃત્યુ થયા પછી તેમની દીકરીનું કન્યાદાન કરવા જયારે તેઓ બેઠા ત્યારે તેમણે વિચાર આવ્યો કે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે તે દીકરીઓના લગ્નનું શું ? બસ તે દિવસથી તેઓ મોટી સંખ્યામાં કોઈ પણ જાતિવાદ વગર દીકરીઓનું કન્યાદાન કરે છે. મહેશભાઈ સવાણી લગ્ન પછી પણ આ દીકરીઓનું ધ્યાન રાખે છે.

રાજકોટમાં પણ મહેશભાઈના આ કામમાંથી પ્રેરણા લઈને ૨૨ પિતા ગુમાવનાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુકેશભાઈ દોશી જેઓ મહેશભાઈના મિત્ર છે તેમણે આ લગ્નનું આયોજન કર્યું હતું. ‘ દિકરાનું ઘર ‘ વૃદ્ધાશ્રમ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર 22 દીકરીઓના  રવિવારે રાત્રે વ્હાલુડીના વિવાહ શિર્ષક હેઠળ જામનગર રોડ પર આવેલા ગ્રીન લીફ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન યોજાયા હતા.

આ લગ્ન પ્રસંગમાં બે દિવસ એટલે કે ૨૯ ડીસેમ્બર અને ૩૦ ડીસેમ્બર એમ બે દિવસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૨૯ તારીખે સંગીત અને મહેંદી કાર્યક્રમ રખાયા હતા. અશ્વિન જોશીનો દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

22 દીકરીઓને 3-3 લાખનો કરિયાવર, દરેકને 27,500 રૂપિયાની એફડી સાથે દરેક કપલને ગોવા હનિમૂન માટે ફરવા પણ લઇ જવાશે. આ કાર્યક્રમ લગ્ન માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટિમ સાથે મંત્રી જયેશ રાદડિયાએ હાજરી આપી હતી.

આયોજક મુકેશભાઈ દોશીએ સવાણી ગ્રુપમાંથી પ્રભાવિત થઈને આવું કામ કરવાનું વિચાર્યું હતું. તેમણે કહ્યું હતું કે ૨૨ દીકરીઓના લગ્ન કરવાનો મોકો મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. આખા કાર્યક્રમની શ્રેય તેમણે પોતે ન લેતા આખી ૨૭૪ લોકોની ટીમને આપ્યો હતો. છેલ્લા ૧૫ દિવસથી આ સમૂહ લગ્ન વિશે રાજકોટ શહેરમાં ચર્ચાઓ થઇ રહી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ વાઈસ કમિશ્નર કમલેશ જોશીપુરા પણ હાજર રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં કન્યાદાન કર્યું હતું અને કહ્યું હતું કે સમાજના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી હોવાનું આ એક યોગ્ય ઉદાહરણ છે. આયોજનમાં ક્યાંક પણ અવ્યવસ્થા જોવા નહતી મળી કેમ કે છેલ્લા ઘણા સમયથી મોટી ટીમ આ લગ્ન પાછળ કાર્યરત હતી.