ક્રાઈમ/ સુરતમાં ચાવી બનાવવાના બહાને રેકી કરીને ચોરીને અંજામ આપતી ચીકલીગર ગેંગના ઇસમો ઝડપાયા

ચાવી બનાવવાના બહાને રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે ઇસમોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી

Gujarat Surat
Untitled 73 1 સુરતમાં ચાવી બનાવવાના બહાને રેકી કરીને ચોરીને અંજામ આપતી ચીકલીગર ગેંગના ઇસમો ઝડપાયા

@અમિત રૂપાપરા 

ચાવી બનાવવાના બહાને અલગ અલગ સોસાયટીઓમાં રેકી કરીને રાત્રિના સમયે ઘર ચોરીની ઘટનાને આપનાર રીઢા આરોપીઓને પકડવામાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ સુરતના સરથાણા વિસ્તારમાંથી કરવામાં આવી છે અને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયા સહિત કુલ 3,10,330નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવાની એક જ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં ઘણા બધા આરોપીઓને પકડવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે. ત્યારે ચાવી બનાવવાના બહાને અલગ અલગ વિસ્તારમાં રેકી કરી રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતા આરોપી સુરતના સરથાણા નવજીવન હોટલ નજીક ફરી રહ્યા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને મળી હતી.

આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા સરથાણાની નવજીવન હોટલ સામેથી બે આરોપીને પકડવામાં આવ્યા છે. આરોપીના નામ પરબતસિંગ ડાંગી અને લાખનસિંગ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપી પાસેથી 92,230 રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 1,48,100 રૂપિયા રોકડા, ઇંગ્લેન્ડ કરન્સીના 50 પાઉન્ડ અલગ અલગ બેંકના 11 ડેબિટ કાર્ડ તેમજ એક મોટરસાયકલ સાથે કુલ 3,10,330નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Untitled 73 સુરતમાં ચાવી બનાવવાના બહાને રેકી કરીને ચોરીને અંજામ આપતી ચીકલીગર ગેંગના ઇસમો ઝડપાયા

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, પરબતસિંગ ડાંગી નામનો આરોપી અગાઉ કડોદરા ઉમરા અને અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ત્રણેય પોલીસ સ્ટેશનમાં તેની સામે ચોરીના ગુના નોંધાયા હતા. આ ઉપરાંત લખનસિંગ ચૌહાણ સામે પણ અગાઉ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો.

આરોપીઓની વધુ પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, પરબતસિંગ ડાંગી નામનો વ્યક્તિ ચાવી બનાવવાનું કામ કરતો હોવાના કારણે તે ડુબલીકેટ ચાવી બનાવવાના કામકાજ કરવાના બહાને અલગ અલગ સોસાયટીમાં રેકી કરતો હતો અને ત્યારબાદ તે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. આ ઉપરાંત લાખનસિંગ ચૌહાણ સરથાણા જકાતનાકા વિસ્તારમાં ચાવી બનાવવાનું કામકાજ કરતો હતો અને ભૂતકાળ માટેના ગુનામાં પણ પકડાયો છે. આ આરોપીઓ સમશેરસિંગ ચૌહાણ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા અને આરોપીઓએ આશરે 20થી 25 દિવસ પહેલા મોટર સાયકલ પર જઈને કામરેજના સેગવા ગામની સીંમમાં એક બંધ મકાનનું તાળું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા તેમજ એટીએમની ચોરી કરી હતી. ત્યારબાદ આરોપીઓ ચોરી કર્યા બાદ કડોદરા બસ સ્ટેશન પાસે આવેલ એક ATM બુથ માટે ચોરી કરેલા ATM કાર્ડથી આરોપીઓએ 2,00,000 ઉપાડ્યા હતા.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલના 7.56 કરોડના GST કૌભાંડની ચર્ચા વચ્ચે સુપ્રિટેન્ડન્ટે કર્યો ખુલાસો

આ પણ વાંચો:દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહી નદીમાં 5 યુવાનો ડૂબ્યા, મળ્યા બેના મૃતદેહ

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત BMW કારના ચાલકની અટકાયત

આ પણ વાંચો:સુરત RTOની ટેક્સ ડિફોલ્ટર વાહનોન માલિકો સામે લાલ આંખ