Not Set/ સ્કુલે બેદરકારી રાખતા કિશોર કોમામાં જતો રહ્યો

અમદાવાદના બોપલમાં સંસ્કારધામ સ્કુલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને કારણે કમનસીબ બનાવ બન્યો છે. સંસ્કારધામ સ્કુલમાં તોફાન મસ્તીમાં એક વિદ્યાર્થીને માથામાં બેટ વાગી જતાં તે કોમામાં જતો રહ્યો છે. વિદ્યાર્થીની આટલી ગંભીર હાલત થતાં પરિવારે સ્કુલના સંચાલકો પર આરોપ મુક્યો છે. જોવાની વાત એ હતી કે, આ વિદ્યાર્થીને ઇજા થયા પછી સંસ્કારધામનાં સંચાલકો દ્વારા પરીવાના લોકોને આ […]

Gujarat
26803479 315498065624120 734220416 n સ્કુલે બેદરકારી રાખતા કિશોર કોમામાં જતો રહ્યો

અમદાવાદના બોપલમાં સંસ્કારધામ સ્કુલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને કારણે કમનસીબ બનાવ બન્યો છે. સંસ્કારધામ સ્કુલમાં તોફાન મસ્તીમાં એક વિદ્યાર્થીને માથામાં બેટ વાગી જતાં તે કોમામાં જતો રહ્યો છે. વિદ્યાર્થીની આટલી ગંભીર હાલત થતાં પરિવારે સ્કુલના સંચાલકો પર આરોપ મુક્યો છે.

જોવાની વાત એ હતી કે, આ વિદ્યાર્થીને ઇજા થયા પછી સંસ્કારધામનાં સંચાલકો દ્વારા પરીવાના લોકોને આ વિશે જાણ કરવામાં આવી નહોતી. જેથી બાળકની માથાનાં ભાગની ઈજા ખુબ જ વધી ગઈ હતી જેના કારણે બાળકને કોમામાં જવાનો વારો આવ્યો હતો.

અમદાવાદના બોપલ ઘુમા પાસે આવેલા સંસ્કારધામના સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં બાળકને માથાનાં ભાગે ઈજા થઈ હતી. જેના કારણે 17 વર્ષના યશને બ્રેઈન હેમરેજનો ભોગ બંનવું પડ્યું છે. હાલ યશને વિરાટનગરમાં આવેલી શિવાલિક હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યો છે.

યશના પરિવારના એક સભ્યએ કહ્યું હતું કે, જો યશની ઈજા વિશે 20 દિવસ પહેલા જણાવવામાં આવ્યું હોતતો, તેને આવું ભોગવાનો વારો ના આવ્યો હોત તેને સમયસર સારવાર મળી ગઈ હોત. બાળકને ૨૪ ડિસેમ્બરે માથાનાં ભાગમાં મિત્રો સાથે મસ્તી કરતી વખતે તેને વાગ્યું હતું અને અમને આ વિશે છેક ૮મી જાન્યુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે તેનો તાત્કાલિક રીપોર્ટ કરાવ્યો જેમાં તેણે બ્રેઈનહેમરેજ થઈ ગયું હોવાનું જાણવામાં મળ્યું.