સુરત/ માંગરોળનાં કુંવરદા ગામે તળાવમાં ડૂબી જતાં બે બાળકોના મોત

તળાવ માં નાહવા પડેલા બે બાળકો ઘરે પરત ફર્યા જ નહિ અને તેના મૃતદેહ ઘરે પહોચતા કરુણાંતિકા સર્જાઈ હતી. સમ્રગ પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Gujarat Others
તળાવ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કુંવરદા ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકો પાણીમાં ડૂબી જતા બંનેનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ તાલુકાના કુંવરદા ગામે રહેતા સુરજ મિશ્રા (ઉં.વ.૧૫) અને  રવિરાજ ચૌધરી (ઊં.વ.૧૫)  આ બંને બાળકો  કુંવરદા ગામનાં  સ્મશાનભૂમિ પાસે આવેલ વલા તળાવના પાણીમાં નાહવા માટે ગયા હતા ત્યારે  અચાનક ઉંડા પાણીમાં  ગરકાવ થઇ ગયા હતાં. સ્થાનિકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ પત્તો નહી લાગતા સમગ્ર મામલે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડૂબેલા બે બાળકોને શોધવા માટે  કામરેજ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ સાંજના સમયે બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેથી કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. બંને બાળકો અચાનક પાણીમાં ડૂબી જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગામમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો : કોરોનાના કેસોમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં દેશમાં 17 હજારથી વધુ નવા કેસ