કૌભાંડ/ STમાં નોકરી અપાવવાનું કૌભાંડ ? સ્ટિંગ ઓપરેશનમાં નિગમના પૂર્વ ડિરેક્ટરે પૈસા લીધાનો કર્યો એકરાર

અધિકારીને પૈસા આપ્યા છતાં કંડક્ટરની નોકરી આજ સુધી મળી નથી. તો અંગે જસુ ભીલે કોરોનાનું કારણ ધરી નોકરી ન મળ્યાનું પણ જણાવી રહ્યા છે. સ્ટિંગ ઓપરેશનમાં જસુ ભીલે પૈસા લીધાનો એકરાર કર્યો છે. 

Top Stories Gujarat
નોકરી STમાં નોકરી અપાવવાનું કૌભાંડ ? સ્ટિંગ ઓપરેશનમાં નિગમના પૂર્વ ડિરેક્ટર

ગુજરાત રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી માત્ર સ્વપ્ન બની રહ્યું છે. એક પછી એક ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે. અથવા પરીક્ષાઓ યેન કેન કારણોસર રદ્દ થઇ રહી છે. જેથી યુવાધન માટે સરકારી નોકરી એક રૂપેરી સ્વપ્ન સાબિત થઇ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્ય વહનવ્યવહાર નિગમ એટ્લે કે એસટી નિગમમાં નોકરીના બહાના હેઠળ આ કૌભાંડ નિગમના પૂર્વ ડિરેક્ટર દ્વારા જ કરવામાં આવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો છે. એસટી નિગમના પૂર્વ ડિરેક્ટર જ્સુ ભીલ દ્વાર કેટલાક યુવકોને કંડક્ટરની નોકરી આપવાનું કહી પૈસા ખંખેરી લીધા હતા. પરંતુ બે વર્ષ જેટલો સમય વીતી જવા છતાય આ યુવકોને કોઈ નોકરી મળી નથી.

પાવી જેતપુરના કદવાલના યુવકે આ વીડિયો બનાવ્યો છે.  જેમાં એસટીમાં કંડક્ટરની નોકરી અપાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં  નિગમના જ પૂર્વ ડિરેક્ટર દ્વારા પૈસા લઈ ડ્રાઈવર-કંડક્ટર બનાવવાનો ગોરખધંધો કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એસટી નિગમના પૂર્વ ડિરેક્ટરે કૌભાંડ કર્યાનો દાવો આ વીડિયોમાં કરવામાં આવ્યો છે. યુવકે જસુભાઈ ભીલને પૈસા આપ્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાજપની રૂપાણી સરકારમાં એસટી નિગમના ડિરેક્ટર જસુ ભીલ હતા ત્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અઢી વર્ષ પહેલા રૂપિયા આપ્યા છતાં નોકરી મળી નથી. અધિકારીને પૈસા આપ્યા છતાં કંડક્ટરની નોકરી આજ સુધી મળી નથી. તો અંગે જસુ ભીલે કોરોનાનું કારણ ધરી નોકરી ન મળ્યાનું પણ જણાવી રહ્યા છે. સ્ટિંગ ઓપરેશનમાં જસુ ભીલે પૈસા લીધાનો એકરાર કર્યો છે.