Reopen/ શિક્ષણ મંત્રીને વિદ્યાર્થીઓના જીવ વ્હાલા નથી ..? : યુથ કોંગ્રેસ

શાળા ખુલ્લે કે નહીં, પરંતુ રાજકીય દુકાન ખુલી ગઇ છે. 23 નવેમ્બરથી શાળા-કોલેજો ખોલવા સરકાર મક્કમ  છે.  તો સાથે રાજ્યમાં કોરોનાની બીજી લહેર કહો કે જે પણ કોરોના દર્દીઓની હોસ્પિટલોમાં લાંબી લાઈનો લાગી ચુકી છે. તેવામાં સરકારનો   નવેમ્બરથી શાળા ખોલવાના નિર્ણયનો યુથ કોંગ્રેસ ને વાળી મંડળો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો  છે.

Top Stories Gujarat Others
boris 19 શિક્ષણ મંત્રીને વિદ્યાર્થીઓના જીવ વ્હાલા નથી ..? : યુથ કોંગ્રેસ

શાળા ખુલ્લે કે નહીં, પરંતુ રાજકીય દુકાન ખુલી ગઇ છે. 23 નવેમ્બરથી શાળા-કોલેજો ખોલવા સરકાર મક્કમ  છે.  તો સાથે રાજ્યમાં કોરોનાની બીજી લહેર કહો કે જે પણ કોરોના દર્દીઓની હોસ્પિટલોમાં લાંબી લાઈનો લાગી ચુકી છે. તેવામાં સરકારનો   નવેમ્બરથી શાળા ખોલવાના નિર્ણયનો યુથ કોંગ્રેસ ને વાળી મંડળો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો  છે. આજ રોજ સ્કૂલો શરૂ કરવાના મુદ્દે યુથ કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજી ઈ. અને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યા જેવી સ્થિતિ  છે.  ગુજરાતમાં 3800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.  ત્યારે શું સરકાર ને કે શિક્ષણ મંત્રીને વિદ્યાર્થીઓના જીવ વ્હાલા નથી ..? આવી પરિસ્થિતિમાં કયા વાળી પોતાના વહાલ્સોયાને શાળાએ મોકલશે…? વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થશે તો જવાબદારી કોની …? સરકાર દ્વારા આ નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવા માંગ પણ કરી હતી. અને જો આ નિર્ણય પાછો નહિ ખેંચાય તો યુથ કોંગ્રેસ વિરોધ કરશે. 

બીજી બાજુ રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ થવાને લઈને ખાનગી શાળાઓ દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. શાળામાં સરકારના શિક્ષણવિભાગ દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. તે પ્રમાણે ઓડ-ઇવન પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય  શરૂ થશે. શાળામાં કોવિડના નિયમોનું ફરજિયાત પાલન કરવામાં આવશે. ધો.10 અને 12 માટે સોમ-બુધ-શુક્રવારે શૈક્ષણિક કાર્ય અને ધો.9 અને 11 માટે મંગળ-ગુરૂ અને શનિવારે શૈક્ષણિક કાર્ય શરુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં સ્કૂલ-કોલેજ નહીં ખોલવામાં આવે.  તેમજ શાળામાં નહીં આવનાર વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ પણ આપવાની જોગવાઈ કરેલી છે. તો રાજ્ય સરકારે સ્કૂલોમાં કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલવા માટે વાલીઓનું લેખિત સંમતિ પત્રક પણ મેળવવાનું કહ્યું છે.

ઘણી શાળાઓમાં આજે દિવાળી વેકેશન  પૂર્ણ થયું છે. સરકારી સ્કૂલોમાં 21 દિવસનું વેકેશન પૂર્ણ થયું છે. આજથી સ્કૂલોમાં શિક્ષકો હાજર થયા છે. સાથે ઘણી શાળાઓમાં આજથી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ પણ ચાલુ કરવામાં આવ્યો છે. 

નોધનીય છે કે શાળા ખોલવાની અવઢવ વચ્ચે વડોદરામાં દિવાળી વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ  થી છે. ટિચિંગ અને નોન ટિચિંગ સ્ટાફ માટે આજથી સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ઘણા દિવસો બાદ શિક્ષકો અને કર્મચારીઓ જોવા મળ્યા હતા. સ્કૂલમાં 23 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે . વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ અપાશે. વાલીઓને સંમતિ પત્ર આપી ભરાવવાની કામગીરી કરાશે.