જમ્મુ-કાશ્મીર/ અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, વિકાસ સહિત વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા

બેઠકમાં અમિત શાહ સહિત જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, ચીફ સેક્રેટરી, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલ સામેલ થયા હતા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી.

Top Stories India
Shah

કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ મુદ્દે ઘણી યોજનાઓને જમ્મુ-કાશ્મીર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ આતંકવાદી ઘટનાઓ પણ સતત યથાવત્ રહી છે. આ વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિકાસ કાર્યોને લઈને ગૃહ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિત જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ, ચીફ સેક્રેટરી, ચીફ ઓફ આર્મી સ્ટાફ અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવાલ સામેલ થયા હતા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીનાં હસ્તે થાણે અને દિવાને જોડતી રેલવે લાઈનોનું ઉદ્ઘાટન

આપને જણાવી દઈએ કે, સરકાર અનેક પ્રયાસો છતા આતંકી હુમલાની ઘટના ઓછી થઈ રહી નથી. અહીં ગમે ત્યારે ગોળીબારના સમાચાર આવતા રહે છે. આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ શ્રીનગરના ખ્વાજા બજાર વિસ્તારમાં આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો, જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓ પ્રમાણે નૌહટ્ટા વિલ્તારની ખ્વાજા બજારમાં તૈનિત પોલીસકર્મી પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ત્યારબાદ આતંકીની શોધખોળ કરવામાં આવી રહી છે.

અગાઉ 17 ફેબ્રુઆરીએ પણ આતંકીઓએ સીઆરપીએફના એક વાહન પર હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના એક વાહન પર ગ્રેનેડ ફેંક્યું, પરંતુ તેમાં કોઈ જવાન ઈજાગ્રસ્ત થયો નહીં. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકીઓએ સાંજે આશરે 7.30 કલાકે શોપિયાંના કીગામમાં વાહન પર ગ્રેનેડ ફેંક્યુ હતું. અધિકારીઓએ કહ્યું કે, આ ઘટનામાં વાહનને સામાન્ય નુકસાન થયું છે, પરંતુ કોઈ ઘાયલ થયું નથી.

આ પણ વાંચો:રાજ્યપાલ જગદીપ ધનખરને હટાવવાની અરજી ફગાવી, હાઈકોર્ટે કહ્યું, રાજ્યપાલ કોર્ટને જવાબદાર નથી

આ પણ વાંચો: કોંગ્રેસ સિદ્ધુ અને ચન્ની વચ્ચેનાં કલેશમાં મેનિફેસ્ટો પણ બનાવી શકી નથી, આજે પ્રચારનો છેલ્લો દિવસ છે