Not Set/ રાતા પાણીએ રડી રહ્યા છે 128 ગામોના ખેડૂતો, સાબરમતીના 650 કયુસેક પાણી છોડવા શરૂ કર્યા ઉપવાસ

અમદાવાદના ફતેહવાડી કેનાલના પાણી મામલે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. ત્યારે હવે સરકાર દ્રારા વાસણા બેરેજમાંથી 400 ક્યુસેક પાણી ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવ્યું છે. ધોળકા, બાવળા, દસ્ક્રોઇ અને સાણંદ તાલુકા સહિતની 14000 હેક્ટર જમીનને ખેતી માટે પાણી મળશે. ડાંગરના પાકને જીવનદાન મળતા ખેડુતો આનંદમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાણી મુદ્દે ખેડૂતોએ અનિશ્ચિત મુદતનું […]

Top Stories
aa રાતા પાણીએ રડી રહ્યા છે 128 ગામોના ખેડૂતો, સાબરમતીના 650 કયુસેક પાણી છોડવા શરૂ કર્યા ઉપવાસ

અમદાવાદના ફતેહવાડી કેનાલના પાણી મામલે ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. ત્યારે હવે સરકાર દ્રારા વાસણા બેરેજમાંથી 400 ક્યુસેક પાણી ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવ્યું છે. ધોળકા, બાવળા, દસ્ક્રોઇ અને સાણંદ તાલુકા સહિતની 14000 હેક્ટર જમીનને ખેતી માટે પાણી મળશે. ડાંગરના પાકને જીવનદાન મળતા ખેડુતો આનંદમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાણી મુદ્દે ખેડૂતોએ અનિશ્ચિત મુદતનું ઉપવાસ આંદોલન જાહેર કર્યું હતું.

હાલ મોટી સંખ્યામાં ખેડૂતો ફતેવાડી ઓફીસ પર પહોંચી ગયા છે અને ઓફીસની બહાર જ ઉપવાસ પર બેસી ગયા છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર 650 કયુસેક જેટલું પાણી છોડે પણ હાલ 400 કયુસેક જેટલું જ પાણી છોડ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુબ જ આક્રોશ ફેલાઈ રહ્યો છે.

aa 1 રાતા પાણીએ રડી રહ્યા છે 128 ગામોના ખેડૂતો, સાબરમતીના 650 કયુસેક પાણી છોડવા શરૂ કર્યા ઉપવાસ

ત્યારે વહેલી સવારથી જ ખેડૂતો ફતેવાડી કેનાલ પાસે આવીને બેસી ગયા છે અને આંદોલન કરી રહ્યા છે. હિતેન્દ્રભાઈ પટેલ (ખેડૂત)નું કહેવું છે કે, અમારા પાક માટે અમે બે મહિનાથી રાત-દિવસ ઉજાગરા કરી છીએ તો પણ અમને પાણી નથી મળી રહ્યું. જયારે અમને ૨૦૦ કયુસેક પાણી આપી રહ્યા છે. જેમાં 128 ગામોને પાણી પૂરું પાડવાનુ તો આટલું ઓછુ પાણી આટલા બધા ગામોમાં કેવી રીતે પહોંચે.! 18 હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરેલું છે.

aa 2 રાતા પાણીએ રડી રહ્યા છે 128 ગામોના ખેડૂતો, સાબરમતીના 650 કયુસેક પાણી છોડવા શરૂ કર્યા ઉપવાસ

જેમાં 50 ટકા જેટલો પાક પાણી ન મળવાના કારણે બળીને ખાખ થઈ ગયો છે. એવી વાત કરવામાં આવી હતી કે 15 માર્ચ સુધી પાણી આપીશું. પણ એક મહિના પહેલાથી જ પાણી આપવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે કેનાલ એક દમ સુકાઈ ગઈ જેના કારણે ડાંગરમાં એક મહીનાથી બિલકુલ પાણી ભરાયું જ નથી.