Gandhinagar/ સત્યાગ્રહ છાવણી ખાતે 4200 ગ્રેડ પે મુદ્દે તમામ શિક્ષકોની અટકાયત

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી વિસ્તારમાંધારણા ઉપર બેઠેલાં તમામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર શિક્ષક મહા સંધ દ્વારા ધરણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
Untitled 3 સત્યાગ્રહ છાવણી ખાતે 4200 ગ્રેડ પે મુદ્દે તમામ શિક્ષકોની અટકાયત
  • ગાંધીનગર શિક્ષક મહાસંઘ દ્વારા ધરણાં
  • 4200 ગ્રેડ પે અને એચ ટાટનાં શિક્ષકોનાં સમર્થનમાં ધરણા
  • સત્યાગ્રહ છાવણી ખાતે કાર્યક્રમ યોજાયો
  • ધરણાં પહેલાં પોલીસે તમામ શિક્ષકોની કરી અટકાયત

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી વિસ્તારમાંધારણા ઉપર બેઠેલાં તમામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર શિક્ષક મહા સંધ દ્વારા ધરણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

નોધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાથી રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષકો વચ્ચે 4200 ગ્રેડપે અને HTAT મુખ્ય શિક્ષકોની કેટલીક માગ મામલે વિવાદ સર્જાયો છે. કેટલાક મહિનાઓ પહેલા શિક્ષકો તરફથી થઈ રહેલા આંદોલનનો સરકાર સાથેની બેઠક બાદ સંતોષપૂર્વક ઉકેલ આવ્યો હતો. પરંતુ આખરે 4200 ગ્રેડ પેનો લાભ તેમજ HTAT મુખ્ય શિક્ષકના કેટલાક પ્રશ્નોનો ઉકેલ નહી આવતા ફરી એકવાર જુદા જુદા સ્તરે વિરોધ બાદ હવે આવતીકાલથી પ્રાથમિક શાળાના શિક્ષકો અને HTAT ના શિક્ષકો ગાંધીનગરમાં આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…