ગાંધીનગરઃ રાજ્ય સરકારે આશ્રમશાળાના કર્મચારીઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આશ્રમ શાળાના કર્મચારીઓને હવે સળંગ નોકરીનો લાભ મળશે. સરકારે કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય લીધો છે.
આશ્રમશાળાના કુલ 25 હજારથી વધારે કર્મચારીઓ છે. તેઓની કેટલીય માંગ લાંબા સમયથી પડતર છે. તેમા આ એક માંગ હતી કે તેમને નોકરીને સળંગ ગણવામાં આવે. છેવટે રાજ્ય સરકારે તેમની આ માંગ માની લીધી છે. આને લઇને આશ્રમશાળાના કર્મચારીઓ અગાઉ આંદોલનમાં ઉતરી ચૂક્યા છે અને સરકારે આ માંગ માની લીધી હોવા છતાં પણ તેમની હજી પણ કેટલીક માંગ પડતર છે અને આ અંગે સંઘર્ષ ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું હતું. જો કે તેમની નોકરી સળંગ ગણવાના રાજ્ય સરકારના નિર્ણયને લઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
સરકારે આશ્રમ શાળાના કર્મચારીઓને હૈયાધારમ આપી છે કે તેમની બાકીની માંગો પર પણ સઘન વિચારણા હાથ ધરવામાં આવશે અને તેના અંગે બને તેટલા વહેલા નિર્ણય લેવામાં આવશે. તેમા પણ જે માંગ પરના નિર્ણય અંગે તાત્કાલિક નિર્મય થઈ શકે તેમ હોય તેના પર ઝડપથી વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત પહેલા જૂની અને પડતર માંગ પર ધ્યાન આપવામાં આવશે.
ઉલ્લેખનયીય છે કે બુધવારના રોજ કેબિનેટની બેઠક મળી છે અને તેમા મહત્વના નિર્ણયો લેવાય તેવી સંભાવના છે. આશ્રમ શાળાની નોકરીઓ સળંગ ગણવા અંગેનો નિર્ણય પણ કેબિનેટની મંજૂરી પછી જ લેવાયો છે.
આ પણ વાંચોઃ Congress/ અદાણીનો મુદ્દો ફરી ઉછળ્યો! રાહુલ ગાંધીએ કહ્યું-’32 હજાર કરોડનું કૌભાંડ કર્યું’
આ પણ વાંચોઃ Ahmedabad Realty/ અમદાવાદમાં ધમધમવા લાગેલું રિયલ્ટી સેક્ટરઃ લોનધારકો બમણા થયા
આ પણ વાંચોઃ Subscription Plan/ એલન મસ્કનો મોટો દાવ, હવે ‘X’ પર પોસ્ટ માટે પણ ચૂકવવા પડશે પૈસા!

