Not Set/ RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય બોર્ડની પ્રથમ મીટીંગ

ભારતીય રીઝર્વ બેંકના નવા ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય બોર્ડની પ્રથમ મીટીંગ યોજાશે. આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસે ઈતિહાસમાં એમએ કર્યું છે. તેઓ તમિલનાડુમાં કૈડરના આઈએએસ અધિકારી છે. Reserve Bank of India (RBI) governor Shaktikanta Das to attend the first board meeting as the Governor, later today. (File pic) pic.twitter.com/5qhUpwZA0X— ANI (@ANI) December 14, […]

Top Stories India Trending
shaktikanta das 660 121318123608 RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય બોર્ડની પ્રથમ મીટીંગ

ભારતીય રીઝર્વ બેંકના નવા ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય બોર્ડની પ્રથમ મીટીંગ યોજાશે.

આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસે ઈતિહાસમાં એમએ કર્યું છે. તેઓ તમિલનાડુમાં કૈડરના આઈએએસ અધિકારી છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ ગવર્નર  ઊર્જિત પટેલ અને સરકાર વચ્ચે અનેક મુદ્દે મતભેદો સપાટી ઉપર આવ્યા હતાં અને તેને પગલે જ ઊર્જિત પટેલે આરબીઆઈનું સર્વોચ્ચ પદ છોડયું હોય તેવું લાગી રહ્યું છે.

આરબીઆઈના ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યા બાદ ઊર્જિત પટેલે કહ્યું હતું કે વ્યક્તિગત કારણોસર તેમણે આરબીઆઈનાં ગવર્નર પદેથી તાત્કાલિક અસરથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું હતું કે  અનેક વર્ષો સુધી કેન્દ્રીય બેન્કના વિભિન્ન પદો ઉપર કામ કરવું તેમણે પોતાનાં માટે સન્માનની વાત છે.

તમને જણાવી દઈએ કે ઊર્જિત પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં પૂર્ણ થવાનો હતો.