Not Set/ અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, કમોસમી વરસાદની થવાની આગાહી

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવ બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવે ઠંડી જાણે વિદાય લઈ રહી હોય તે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગના મતે ફરી પાછી ઠંડી વધવાની  શક્યતા વ્યકત કરવામાં આવી હતી. અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના લીધે કમોસમી વરસાદની થવાની આગાહી કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 100 અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, કમોસમી વરસાદની થવાની આગાહી

અમદાવાદ,

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવ બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવે ઠંડી જાણે વિદાય લઈ રહી હોય તે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગના મતે ફરી પાછી ઠંડી વધવાની  શક્યતા વ્યકત કરવામાં આવી હતી.

અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના લીધે કમોસમી વરસાદની થવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને કચ્છમાં માવઠું થવાની શક્યત પણ છે. પવનની ગતિ પણ ઝડપી રહેશે તેવી શક્યતાઓ છે. માછીમારોને દરિયો ના ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે.

સાથે જ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, પાટણ સહિત વિવિધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની ભીતિ છે. તો બીજી બાજુ પવનની ગતિ તેજ રહેવાથી આગામી ૪૮ કલાક માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન ગગડયું હતું. જેના કારણે અનેક જગ્યાએ ઠંડીનો પારો નીચે ગગળ્યો હતો.