GOOGLE/ ગૂગલની ભારતમાં ગત બેઠીઃ CCIએ એક જ મહિનામાં બીજો દંડ 936.44 કરોડ રૂપિયા ફટકાર્યો

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ મંગળવારે ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ પ્લે સ્ટોરની નીતિઓના સંદર્ભમાં અયોગ્ય ધંધાકીય રીતરસમ અપનાવવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

Top Stories World
Google fine ગૂગલની ભારતમાં ગત બેઠીઃ CCIએ એક જ મહિનામાં બીજો દંડ 936.44 કરોડ રૂપિયા ફટકાર્યો
  • હજી થોડા સમય પહેલા સીસીઆઇએ ગૂગલને 1337.76 કરોડનો દંડ ફટકાર્યોહતો
  • પ્લે સ્ટોરના મોરચે અયોગ્ય કારોબારી રીતરસમ બદલ આ દંડ ફટકારાયો છે

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ મંગળવારે ગૂગલ પર 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ પ્લે સ્ટોરની નીતિઓના સંદર્ભમાં અયોગ્ય ધંધાકીય રીતરસમ અપનાવવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. સીસીઆઈને જાણવા મળ્યું કે ગૂગલે તેના પ્રભાવશાળી પદનો દુરુપયોગ કર્યો છે.

નિયામકે કંપનીને અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. CCIએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગૂગલને નિર્ધારિત સમયમર્યાદામાં તેનું વર્તન સુધારવા માટે નિર્દેશ આપ્યો છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં આ બીજી વખત છે જ્યારે CCIએ ગૂગલ સામે કાર્યવાહી કરી છે.

આ પહેલા CCIએ ગૂગલ પર 1,337.76 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેક્ટરમાં બજારમાં તેની મજબૂત સ્થિતિનો દુરુપયોગ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સાથે CCIએ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અન્યાયી વ્યાપારી ગતિવિધિઓને રોકવાનો નિર્દેશ આપ્યો હતો. CCIએ ગુરુવારે જણાવ્યું હતું કે ગૂગલને નિર્ધારિત સમયમર્યાદામાં તે જે રીતે કાર્ય કરે છે તેમાં સુધારો કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ટ્વીટ કર્યું હતું કે એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ ઈકોસિસ્ટમમાં બહુવિધ બજારોમાં સ્થાનનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો છે.