અમદાવાદઃ ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે, પરંતુ રાજ્યના અમુક મતવિસ્તારના લોકોએ આજે બે-બે વોટ આપવા પડશે. ગુજરાતના પાંચ વિસ્તારમાં લોકોએ બે-બે વખત મતદાન કરવું પડશે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો સાથે પાંચ બેઠકોની પણ પેટાચૂંટણી યોજાવવાની છે. તેના પગલે આ પાંચ વિધાનસભા મતવિસ્તારના લોકોએ લોકસભાની સાથે વિધાનસભા માટે પણ મતદાન કરવું પડશે. આ પાંચ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, વાઘોડિયા, ખંભાત, માણાવદરનો સમાવેશ થાય છે.
આ પાંચેય બેઠકો પરના ઉમેદવારોની વાત કરીએ તો પોરબંદર બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના રાજુ ઓડેદરા વચ્ચે ટક્કર થશે. માણાવદર બેઠક પર ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરિ પટેલ, વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ, ખંભાત બેઠક પર ભાજપના ચિરાગ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર, વિજાપુર બેઠક પર ભાજપના સી.જે. ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…