Not Set/ અમદાવાદ/ જગન્નાથજી અને નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં હજુ પણ ભક્તોને દર્શન નહી…

અનલોક 1.0 માં જન જીવન સામાન્ય બનતું જાય છે. આજ રોજ ગુજરાતમાં આવેલા દેવસ્થાન હોટેલ્સ , રેસ્ટોરેન્ટ અને મોલ્સ ને ખોલવાની પરવાનગી મળી છે. જે સાથે મોટી સંખ્યામાં મંદિરો અને હોટેસ અને મોલ્સ વિગેરે સોશિયલ ડીસટેન્સ ના નિયમો સાથે ખુલી ચુક્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં આવેલા મોટા બે મંદિરો આજે ખુલ્ય નથી. આ મંદિરના ભક્તોએ […]

Ahmedabad Gujarat
3af32d489fbdafcab1446c6ee9a54a87 અમદાવાદ/ જગન્નાથજી અને નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં હજુ પણ ભક્તોને દર્શન નહી...
3af32d489fbdafcab1446c6ee9a54a87 અમદાવાદ/ જગન્નાથજી અને નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં હજુ પણ ભક્તોને દર્શન નહી...

અનલોક 1.0 માં જન જીવન સામાન્ય બનતું જાય છે. આજ રોજ ગુજરાતમાં આવેલા દેવસ્થાન હોટેલ્સ , રેસ્ટોરેન્ટ અને મોલ્સ ને ખોલવાની પરવાનગી મળી છે. જે સાથે મોટી સંખ્યામાં મંદિરો અને હોટેસ અને મોલ્સ વિગેરે સોશિયલ ડીસટેન્સ ના નિયમો સાથે ખુલી ચુક્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં આવેલા મોટા બે મંદિરો આજે ખુલ્ય નથી. આ મંદિરના ભક્તોએ તેમના ભગવાના દર્શન માટે હજુરાહ જોવી પડશે.

જગન્નાથજીનું મંદિર અને નગરદેવી તરીકે ઓળખાતામાં ભદ્રકાળી મંદિર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકાયું નથી. જયારે અન્ય મંદિરોમાં દર્શનાર્થીએ દર્શન કરીને ખુશી અનુભવી હતી.

આ સાથે જ રેસ્ટોરન્ટ, હોટેલો અને પ્રવાસન સ્થળો પણ આજથી શરૂ થઇ ગયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારે તેને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તેનું પાલન દરેક માટે અનિવાર્ય રહેશે. મંદિરોમાં 10 વર્ષથી ઓછી વયના અને 65 વર્ષથી વધારે વયના દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે નહીં. સાથે જ મંદિર બહારથી પ્રસાદ પણ લઇ શકાશે નહીં. અનલોક-1 માં ધાર્મિક સ્થળોએ છૂટછાટની પરવાનગી મળી ગઈ છે, પરંતુ અમદાવાદની ઓળખ ગણાતા એવા મુખ્ય બે મંદિરના દર્શનનો લહાવો શહેરીજનો નહીં લઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.