Not Set/ World Bank નાં અધ્યક્ષ ડેવિડ મલ્પાસે આપી ચેતવણી, કહ્યુ- એક દાયકા સુધી કોરોના…

કોરોના વાયરસ આજે દુનિયાનાં દરેક ખૂણામાં ફેલાઇ ગયો છે. કથિત રીતે ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ વાયરસે મોટી સંખ્યમાં લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. આ વાયરસનાં કારણે વર્ષોથી ગરીબી સામે લડાઇ લડી રહેલા દેશોનાં વધુ પાછળ ધકેલી દીધા છે. વર્લ્ડ બેંકનાં અધ્યક્ષ ડેવિડ મલ્પાસે એવી આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની અસરથી 60 મિલિયનથી વધુ […]

World
c1822b8617aa485a3c8578d361e7e9e0 World Bank નાં અધ્યક્ષ ડેવિડ મલ્પાસે આપી ચેતવણી, કહ્યુ- એક દાયકા સુધી કોરોના...

કોરોના વાયરસ આજે દુનિયાનાં દરેક ખૂણામાં ફેલાઇ ગયો છે. કથિત રીતે ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ વાયરસે મોટી સંખ્યમાં લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે. આ વાયરસનાં કારણે વર્ષોથી ગરીબી સામે લડાઇ લડી રહેલા દેશોનાં વધુ પાછળ ધકેલી દીધા છે. વર્લ્ડ બેંકનાં અધ્યક્ષ ડેવિડ મલ્પાસે એવી આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાની અસરથી 60 મિલિયનથી વધુ લોકો અતિ ગરીબીની રેખા સુધી પહોંચી શકે છે.

તેમણે વધુમાં કહ્યુ કે, કોરોના રોગચાળાની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર એક દાયકા સુધી ટકી શકે છે. વર્લ્ડ બેંકનાં વડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળો અને લોકડાઉન વચ્ચે લાખો લોકો રાતોરાત બેરોજગાર અને નિરાધાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે કોરોના સંકટને કારણે છ કરોડથી વધુ લોકો અતિ ગરીબી રેખા નીચે આવી શકે છે અને આ કારણે તેમની દૈનિક આવક 100 રૂપિયાથી પણ નીચે આવી શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનાં કારણે પર્યટન ક્ષેત્રે સૌથી વધુ અસર થઈ છે, જ્યાં સેંકડો નોકરીઓ હંમેશા માટે ખતમ થઇ ચુકી છે. જેની જગ્યાએ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં નવું રોકાણ બનાવવું પડશે. તે સ્પષ્ટ છે, આ ભારત માટે પણ જોખમી સાબિત થવાનું છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીએ પોતાના તાજેતરનાં અહેવાલમાં જણાવ્યું છે કે, ગત વર્ષની તુલનામાં મે 2020 માં 10 કરોડથી વધુ લોકો ભારતમાં બેરોજગાર રહ્યા. અર્થશાસ્ત્રીઓ માને છે કે કોરોના સંકટનાં કારણે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં મોટા પાયે વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસ બાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનનાં કારણે મોટી સંખ્યામાં લોકોએ નોકરીઓ ગુમાવી છે. ત્યારે ઘણા એવા લોકો પણ સામે આવ્યા છે જે મોટા પગારદારી હતા જે આજે મનરેગામાં કામ કરવા મજબૂર બન્યા છે. આ વચ્ચે હવે ગરીબોની સ્થિતિ આવતા સમયમાં કેવી રહેશે તે હવે જોવુ જ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.