- કોરોનાની બુલેટ સ્પીડનો ચોંકાવનારો આંક
- વિશ્વમાં 96 કલાકમાં જ 1 કરોડ નવા કેસ
- છેલ્લાં 24 કલાકમાં વધુ 22 લાખ નવા કેસ
- અમેરિકામાં 24 કલાકમાં 4.68 લાખ કેસ
- ફ્રાન્સમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો
- છેલ્લાં 24 કલાકમાં ફ્રાન્સમાં 3.03 લાખ કેસ
દુનિયાભરમાં કોરોનાની બુલેટ સ્પીડે હવે સૌ કોઇને ચોંકાવી દીધા છે. કોરોનાની ગતિનો અંદાજો તમે એ વાત કરથી લગાવી શકો છો કે વિશ્વમાં 96 કલાકમાં જ 1 કરોડ નવા કેસ નોંધાયા છે. વળી છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વધુ 22 લાખ નવા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો – UP Election Analysis / યુપીમાં 7 તબક્કા દરમિયાન, કયા જિલ્લામાંથી અને ક્યારે ચૂંટણી સમાપ્ત થશે? જાણો ભાજપથી લઈને સપા સુધીના પડકારો
વિશ્વમાં કોરોના બ્લાસ્ટ થઇ રહ્યો છે. સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અને મહાસત્તા કહેવાતુ અમેરિકા પણ આ વાયરસની સામે નત-મસ્તક દેખાઇ રહ્યુ છે. જી હા, અમેરિકા આ વાયરસની ઝટપમાં આવી રહેલુ અને સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહી છેલ્લા 24 કલાકમાં 4.68 લાખ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 3.03 લાખ નવા કેસ સામે આવ્યા છે.
- ઇટાલીમાં 24 કલાકમાં જ વધુ 2 લાખ કેસ
- UKમાં 24 કલાકમાં દોઢ લાખ નવા કેસ
- ઓસ્ટ્રેલિયામાં કોરોનાની ડરામણી સ્થિતિ
- ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 1.15 લાખ કેસ
- આર્જેન્ટિનામાં 24 કલાકમાં 1 લાખ નવા કેસ
આ પણ વાંચો – Corona / દિલ્હીમાં કોરોનાનો કહેર, 400 સંસદ સ્ટાફ-સુરક્ષા કર્મચારીઓ કોરોના સંક્રમિત
કોરોના વાયરસે ફરીથી વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અમેરિકા અને યુરોપ સૌથી ખરાબ સ્થિતિમાં છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ફ્રાન્સમાં 3.03 લાખ, બ્રિટનમાં દાઢ લાખ, સ્પેનમાં 1.15 લાખ, આર્જેન્ટિનામાં 1 લાખ અને ઇટાલીમાં 2 લાખ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 30.48 કરોડ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 25.82 કરોડ રિકવર થયા છે. સક્રિય કેસ 4 કરોડથી વધુ છે. અત્યાર સુધીમાં 54.84 લાખ લોકોનાં મોત થયા છે.