નવા કૃષિ કાયદાનાં વિરોધમાં આજે બોલાવાયેલા ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. ઘણા રાજ્યોમાં વિરોધી પક્ષો વિરોધ કરી રહ્યા છે. વળી કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી અને પાર્ટીનાં ઘણા અન્ય વરિષ્ઠ નેતાઓએ કેન્દ્રિય કૃષિ કાયદાનાં વિરોધમાં ખેડૂત સંગઠનોનાં ‘ભારત બંધ’ ની વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદીએ ખેડૂતો પાસેથી ચોરી કરવાનું બંધ કરવું જોઈએ.
ખેડૂતોનાં ‘ભારત બંધ’ને ટેકો આપતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે મોદીજી, ખેડૂતો પાસેથી ચોરી કરવાનું બંધ કરો. બધા દેશવાસીઓ જાણે છે કે ભારત આજે બંધ છે. આપણા અન્નાદાતાનાં સંઘર્ષને સંપૂર્ણ ટેકો આપીને તેને સફળ બનાવો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, જે ખેડૂત પોતાની મહેનતથી પાક ઉગાડીને આપણી થાળીને ભરે છે, તે ખેડૂતને ભાજપ સરકાર પોતાના અબજોપતિ મિત્રોની થાળી ભરવાના દબાણમાં ભટકેલા બોલી રહ્યા છે.
તેમણે કહ્યું કે, આ સંઘર્ષ તમારી થાળી ભરનારા અને અબજોપતિઓની થાલી ભરનારા લોકો વચ્ચેનો છે. આવો, ખેડૂતોને ટેકો આપો. દરમિયાન કોંગ્રેસનાં નેતા સચિન પાયલોટે કહ્યું છે કે, 24 રાજકીય પક્ષો ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. કોઈ ઈચ્છતું નથી કે, લોકોને અસુવિધા થાય. સરકારે ઘમંડનો રસ્તો છોડવો જોઈએ અને આપણુ પેટ ભરતા ખેડૂતોની વાત સાંભળવી જોઈએ અને આ ત્રણ કાયદા તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ.
ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી
ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન
વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…