Not Set/ રેલ મંત્રાલયનાં 127 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાની ગતિ હવે તેજ થઇ રહી છે. રોજ 1 લાખથી ઉપર કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કોરોનાની ઝપટમાં હવે રેલ મંત્રાલય પણ આવી ગયુ છે. રેલ મંત્રાલયમાં કોરોનાનો વિસ્ફોટ થતા 127 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. 

Top Stories India
રેલ મંત્રાલય અને કોરોના

દેશમાં કોરોનાની ગતિ હવે તેજ થઇ રહી છે. રોજ 1 લાખથી ઉપર કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. કોરોનાની ઝપટમાં હવે રેલ મંત્રાલય પણ આવી ગયુ છે. રેલ મંત્રાલયમાં કોરોનાનો વિસ્ફોટ થતા 127 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો – UP Election Analysis / યુપીમાં 7 તબક્કા દરમિયાન, કયા જિલ્લામાંથી અને ક્યારે ચૂંટણી સમાપ્ત થશે? જાણો ભાજપથી લઈને સપા સુધીના પડકારો

આપને જણાવી દઇએ કે, નવા વર્ષમાં રેલ્વે મંત્રાલયમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં 127 રેલ્વે અધિકારી-કર્મચારીઓ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. તેમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કક્ષાનાં મલ્ટી ટાસ્ક સ્ટાફનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવતા લોકોમાં મોટી સંખ્યામાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)નાં જવાનો અને ઈન્સ્પેક્ટર્સનો સમાવેશ થાય છે. આ સાથે તમામ ડિરેક્ટોરેટનાં વડાઓને તાબાનાં કર્મચારીઓને બે રસી અપાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે શુક્રવારે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવેલા રેલ્વે અધિકારીઓ-કર્મચારીઓની યાદી જાહેર કરી છે. જેમાં 7 જાન્યુઆરી, 2022 (એક અઠવાડિયા) સુધી કોરોના પોઝિટિવ મળી આવેલા રેલ અધિકારીઓ-કર્મચારીઓનાં નામ, પદ, રેલ ભવનમાં રૂમનાં નંબર, ઘરનું સરનામુ, મોબાઇલ નંબર અને રેલ મંત્રાલયમાં ડ્યુટીનાં અંતિમ દિવસનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો – OMG! / એક બટન દબાવો અને બદલાઇ જશે તમારી આ Favourite કારનો રંગ, જાણો વિશેષ માહિતી

મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું કે, કોરોના ટેસ્ટમાં પોઝિટિવનો રિપોર્ટ 7 જાન્યુઆરીએ આવ્યો છે અને 95 ટકા સંક્રમિત કર્મચારીઓ 7 જાન્યુઆરીએ રેલ ભવન ખાતે ફરજ પર આવ્યા છે. આ કારણે તેના રૂમમાં અને તેમને મળવા આવનારાઓમાં કોરોના સંક્રમણ ફેલાવાનો પૂરેપૂરો ભય છે. આ કર્મચારીઓ રેલ ભવનનાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર બેસે છે. એટલે કે રેલ ભવનનાં તમામ ફ્લોર પર કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મોટાભાગનાં કોરોના પોઝિટિવ કર્મચારીઓ દિલ્હીમાં રહે છે. આ સિવાય તેઓ નોયડા, પલવેલ, મેરઠ, ગાઝિયાબાદ, ફરીદાબાદ, દૌસા (રાજસ્થાન), મહેન્દ્રગઢ, બહાદુરગઢ (હરિયાણા) વગેરે શહેરોમાં રહે છે.