Festival/ હોળીનાં તહેવાર પર PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે, ભારતનાં મુખ્ય તહેવારોમાંનો એક હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ પંચાંગ મુજબ, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાનાં દિવસે હોળીની ઉજવણી કરવામાં આવે છે

Top Stories India
Untitled 157 હોળીનાં તહેવાર પર PM મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

આજે, ભારતનાં મુખ્ય તહેવારોમાંનો એક હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ પંચાંગ મુજબ, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાનાં દિવસે હોળીની ઉજવણી કરવામાં આવે છે અને આજે 29 માર્ચે રંગોથી હોળી રમવામાં આવી રહી છે. ત્યારે આ તહેવાર નિમિત્તે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે દેશને શુભકામનાઓ પાઠવી છે.

હિટવેવ / ગરમીમાં શેકાવા રહો તૈયાર, રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી

આપને જણાવી દઇએ કે, 28 માર્ચે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. રંગોનો ઉત્સવ હોળી, અનિષ્ટ ઉપર સારાનાં વિજયનું પ્રતીક છે. દેશનાં ઘણા ભાગોમાં, હોળીનો તહેવાર વસંતનાં આગમનથી શરૂ થાય છે. મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ અને બરસાનાની હોળી ખૂબ પ્રખ્યાત છે. તેમા પણ, બરસાનાની લઠ્ઠમાર હોળીનો આનંદ તો તમને જોઇને પણ આવી જશે. આજનાં આ શુભ તહેવારનાં રોજ દેશને શુભકામનાઓ પાઠવતા વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ટ્વીટ કર્યુ છે.

રાજકારણ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે GNCTD બિલને આપી મંજૂરી, હવે દિલ્હીમાં LG જ ‘સરકાર’

વડા પ્રધાન મોદી એ પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનાં આ તહેવાર દરેકનાં જીવનમાં નવો જોશ અને નવી ઉર્જાનું સંચાર કરે.

રાષ્ટ્રપતતિ રામનાથથ કોવિદે ટ્વીટ કરતા લખ્યુ કે, હોળીનાં શુભ અવસર પર દરેક દેશવાસીઓને શુભકામનાઓ. રંગોનો તહેવાર હોળી, સામાજીક સૌહાર્દનો પર્વ છે અને લોકોનાં જીવનમાં ખુશી, ઉત્સાહ અને આશાનો સંચાર કરે છે. મારી કામના છે કે ઉમંગ અને ઉલ્લાસનો આ પર્વ અમારી સાંસ્કૃતિક વિવિધતામાં નિહિત રાષ્ટ્રીય ચેતનાને વધુ શક્તિ પ્રદાન કરે.

રાજકારણ / બાંગ્લાદેશે રાખી નેપાળ-ભૂતાનના બજારમાં સીધી પહોંચવાની માંગ, ભારતે રાખી આ શરત

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હોળી સહીત આગામી તહેવારોમાં ભીડ અટકાવવા પત્ર લખ્યો છે. ધુળેટી પર કોરોનાવાયરસનો બીજો સ્ટ્રેન પણ જોવા મળી રહ્યો છે. જ્યાં રંગ છે, ગુલાલ છે… પરંતુ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે. દેશમાં કોરોનાનાં વધતા જતા કેસોને કારણે અનેક રાજ્યોમાં હોળીને લઈને સરકારોએ માર્ગદર્શિકા જારી કરી છે. તેથી, ઘરની બહાર જતા પહેલાં અને એકવાર તમારા સાથીઓને રંગ લગાવતા પહેલા, માર્ગદર્શિકા પર પણ નજર રાખવી જરૂરી છે. જો કે આ માર્ગદર્શિકાનાં કારણે સામાન્ય જનતામાં ક્યાંક ગુસ્સો તો ક્યાંક લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ