રાજકોટ/ MLA ગોવિંદ પટેલનું વિવાદિત નિવેદન – જે મહેનત કરે છે તેને કોરોના નથી થતો

બોલતા પહેલા વિચારો કે શું બોલી રહ્યા છો. આ વાક્ય આપણે સાંભળતા આવ્યા છીએે. ત્યારે ઘણીવાર અમુક લોકો વિચાર્યા વિના જ બોલી જતા હોય છે….

Top Stories Gujarat Others
cricket 12 MLA ગોવિંદ પટેલનું વિવાદિત નિવેદન - જે મહેનત કરે છે તેને કોરોના નથી થતો
  • MLA ગોવિંદ પટેલનું વિવાદીત નિવેદન
  • જે મહેનત કરે છે તેને નથી થતો કોરોના
  • ભાજપનાં કાર્યકર્તાઓએ મહેનત કરી હતી
  • બીજેપીનાં એકપણ કાર્યકર્તાને કોરોના નથી થયો
  • આવા નિવેદનથી વિવાદમાં આવ્યા ગોવિંદ પટેલ

બોલતા પહેલા વિચારો કે શું બોલી રહ્યા છો. આ વાક્ય આપણે સાંભળતા આવ્યા છીએે. ત્યારે ઘણીવાર અમુક લોકો વિચાર્યા વિના જ બોલી જતા હોય છે, ત્યારે પાછળથી તેમને પસ્તાવો પણ થતો હોય છે. આવુ જ કઇક રાજકોટનાં ધારાસભ્ય ગોવિદ પટેલ સાથે થયુ છે. તેમણે મીડિયાકર્મી સાથે વાતચીત કરતા એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જો કે પાછળથી તેેમણે પોતાના આ નિવેદનને ભૂલથી બોલાઇ ગયુ હોવાનુ સ્વીકાર્યુ છે.

કોરોનાનો કહેર / સુરતમાં એક પેટ્રોલપંપનાં 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે એક સંકલન બેઠક બાદ મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે એક વિવાદિત નિવેદન આપી સૌને ચોંકાવી દીધા હતા. ધારાસભ્યને જ્યારે મીડિયાકર્મી દ્વારા સવાલ પૂંછવામાં આવ્યો કે, ઘણા નેતાઓ અહી અને ચૂંટણીમાં માસ્ક વિના જોવા મળ્યા હતા, તો અંગે આપની શું પ્રતિક્રિયા છે? જેના જવાબમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે એક વિવાદિત નિવેદન આપતા કહ્યુ કે, જે લોકો મહેનત કરે છે તેમને કોરોના થતો નથી. તમે જોઇ શકો છો કે ભાજપનાં કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. ત્યારે  ભાજપનાં એકપણ કાર્યકર્તાઓને કોરોના થયો નથી.

રાજકારણ / અરવલ્લીનાં માલપુરમાં ભાજપનાં મહામંત્રી પર હુમલો, કોંગ્રેસ MLA પર આક્ષેપ

  • ગોવિંદ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે કરી વાતચીત
  • ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે કરી વાતચીત
  • ઉતાવળથી બોલવામાં ભૂલ થઇ છે
  • મજૂરી કામ કરે છે આ લોકોને કોરોના નથી થતો
  • ભાજપનાં કાર્યકરોને જોડવાનું એ મારી ભૂલ હતી
  • એ ભુલ હું સ્વીકારું છું: ગોવિંદભાઇ પટેલ
  • હું મારા શબ્દો પાછા ખેંચું છું: ગોવિંદભાઇ પટેલ
  • કોઇને નિવેદનથી ઠેસ પહોંચી હોય તો ક્ષમા માંગુ છું

જો કે રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરતા પોતાની આ ભૂલને સ્વીકારી છે અને કહ્યુ છે કે, મારાથી ઉતાવળમાં બોલાઇ ગયુ છે. તેમણે પોતાના શબ્દોને પાછા પણ ખેંચ્યા છે. વળી તેમણે કહ્યુ છે કે, કોઇને પણ મારા નિવેદનથી ઠેસ પહોંચી હોય તો ક્ષમા માંગુ છુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ