Not Set/ અમદાવાદ શહેર અને ગ્રામ્ય સ્કૂલોની પ્રોવિઝનલ ફી કરાઈ નક્કી, વાલીઓમાં અસંતોષ

અમદાવાદ ફી નિયમન મામલે નિયુક્ત કરવામાં આવેલી કમિટિ દ્વારા જુદી જુદી સ્કૂલો માટે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે. ત્યારે આઈટીપી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ કમિટીના ચેરમેનને મળવા પહોંચ્યા હતા. જ્યાં વધુ ફી નક્કી કરવા અંગે વાત કરતા ચેરમેને જણાવ્યું છે કે પ્રોવિઝનલ ફી અંગે 200 ઓર્ડર પસાર કરવામાં આવ્યા છે અને જો વાલીઓને […]

Top Stories
WhatsApp Image 2018 02 23 at 6.00.59 PM અમદાવાદ શહેર અને ગ્રામ્ય સ્કૂલોની પ્રોવિઝનલ ફી કરાઈ નક્કી, વાલીઓમાં અસંતોષ

અમદાવાદ

ફી નિયમન મામલે નિયુક્ત કરવામાં આવેલી કમિટિ દ્વારા જુદી જુદી સ્કૂલો માટે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે. ત્યારે આઈટીપી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ કમિટીના ચેરમેનને મળવા પહોંચ્યા હતા. જ્યાં વધુ ફી નક્કી કરવા અંગે વાત કરતા ચેરમેને જણાવ્યું છે કે પ્રોવિઝનલ ફી અંગે 200 ઓર્ડર પસાર કરવામાં આવ્યા છે અને જો વાલીઓને તેની સામે વાંધો હોય તો લેખિતમાં અરજી આપે.

જે અરજીનો તેઓ જવાબ આપશે અને જરૂર જણાશે તો પગલાં પણ લેવામાં આવશે. બીજી તરફ શાળાના સંચાલકો જો ફી માટે અપીલ કરશે તો તેને પણ સાંભળવામાં આવશે. ત્યારે ચેરમેનનો આવો જવાબ મળતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વાલીઓને એવી અપેક્ષા હતી કે કમિટી દ્વારા વ્યાજબી ફી પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવશે.

પરંતુ જે પ્રોવિઝનલ નક્કી કરવામાં તેનાથી વાલીઓને સંતોષ નથી.  ત્યારે વાલીઓએ સરકારે દગો કર્યાનો આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે FRC દ્વારા અમદાવાદ જિલ્લાની અનેક સ્કૂલોની ફી જાહેર કરવામાં આવી છે.

 

મધર ટેરેસા સ્કૂલની પ્રોવિનલ ફી 17 થી 35 હજાર,

વસ્ત્રાલની માધવ સ્કૂલમાં ફી 22 હજારથી 35 હજાર,

DAV ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 40 હજારથી 45 હજાર,

ઓગણજ LML સ્કૂલની ફી 45 હજારથી 53 હજાર ,

વસ્ત્રાલ માધવ સ્કૂલની ફી 22 હજારથી 35 હજાર,

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 30 હજારથી 38 હજાર જેટલી નક્કી કરવામાં આવી છે.

ઝાયડસ માટે 40થી 52 હજાર,

ગ્લોબલ ઈન્ટરનેશન માટે 50થી 66 હજાર,

ગ્લોબલ મિશન માટે 30 હજારથી 60 હજાર,

રેડ બ્રિક્સ માટે 62 હહજારથી 82 હજાર સુધીની ફી નક્કી કરવામાં આવી છે.