સુરેન્દ્રનગર/ પત્રકારત્વ જગતમાં ખાસ ચહેરો બની ચુકેલા ઈશુદાન ગઢવી જાણો આજે ક્યા છે?

ગુજરાતમાં પત્રકારત્વ જગતમાં ખાસ નામ મેળવી ચુકેલા ઈશુદાન ગઢવીને આજે કોણ નથી જાણતુ.

Gujarat Others
1 349 પત્રકારત્વ જગતમાં ખાસ ચહેરો બની ચુકેલા ઈશુદાન ગઢવી જાણો આજે ક્યા છે?

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ગુજરાતમાં પત્રકારત્વ જગતમાં ખાસ નામ બનાવી ચુકેલા ઈશુદાન ગઢવીને આજે કોણ નથી જાણતુ. વીટીવી ચેનલમાંથી રાજીનામું આપ્યા બાદથી ઈસુદાન ગઢવીને લઇને અલગ-અલગ અટકળો થઇ રહી છે. ત્યારે આજે ઈશુદાન ગઢવી ક્યા છે અને શું કરી રહ્યા છે તે પણ લોકો જાણવા આતુર છે.

1 353 પત્રકારત્વ જગતમાં ખાસ ચહેરો બની ચુકેલા ઈશુદાન ગઢવી જાણો આજે ક્યા છે?

શું આ જ આપણું ન્યૂ નોર્મલ છે? / જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ

આપને જણાવી દઇએ કે, મીડિયા જગતથી દૂર મુળી તાલુકાનાં દુધઈ ગામે વીટીવીનાં એંકર ઈશુદાન ગઢવીએ હાજરી આપી હતી. જેમાં પ્રથમ ખેડૂત આગેવાનો અને ખેડૂતોને મળ્યા હતા અને દુધઈ મુકામે રામકુભાઈ કરપડાની વાડી ઉપર ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. અને આગામી સમયની રણનીતિ નક્કી કરશે તેમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. ત્યારબાદ વડવાળા મંદિરનાં દર્શન કરી મહંત રામબાલકદાસ બાપુનાં આશિર્વાદ લીધા હતા. અને ઈશુદાન ગઢવીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાનો રામકુભાઈ કરપડા કીશાન કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા, રાજુભાઈ કરપડા ખેડૂત એકતા મંચ પ્રમુખ, રતનસિંહ ડોડીયા, સરલા સરપંચ રાજુભાઈ, અને મુળી તાલુકાનાં ગામોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ઈશુદાન ગઢવીનું ઢોલ વગાડી અને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે કથાકાર રામેશ્વર હરીયાણી પણ સાથે જોડાયા હતા અને ખેડૂતો એ ઈશુદાન ગઢવી ને સમર્થન આપ્યું હતું.

1 352 પત્રકારત્વ જગતમાં ખાસ ચહેરો બની ચુકેલા ઈશુદાન ગઢવી જાણો આજે ક્યા છે?

ભાવ વધારો / પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં સમાચાર જગતની હસ્તી અને મહામંથન સ્ટાર ઈશુદાન ગઢવી પત્રકાર જગતને ગુડ બાય કહી દીધુ છે. વીટીવીનાં એડિટરે રાજીનામું આપ્યું છે. તેમનુ રાજીનામું મુકતા જ મીડિયા જગતમાં તેમને લઇ વિવિધ પ્રકારની અટકળોનું બજાર ગરમ થયુ હતુ. ખેડૂતોનાં મુદ્દે ડીબેટ કરીને ચર્ચામાં આવેલા ઈશુદાન રાજકારણમાં જોડાય તેવી વિગતો સાંપડી રહી છે. ઈશુદાને હજુ સુધી આ મુદ્દે પોતાના પત્તાખોલ્યા નથી. પરંતુ તેમને રાજકારણમાં  લઇ જવામાં મોટા માથાનો હાથ હોવાનું ચર્ચામાં આવી રહ્યુ છે. તેમાં રાજકારણમાં પ્રવેશને લઇ ગુજરાતનાં રાજકારણમાં ત્રીજા ફ્રન્ટની એન્ટ્રી થઇ શકે છે. નજીકનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર તેઓ AAP સાથે જોડાઇ શકે છે .

kalmukho str 7 પત્રકારત્વ જગતમાં ખાસ ચહેરો બની ચુકેલા ઈશુદાન ગઢવી જાણો આજે ક્યા છે?