રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્ધી હર્બલની 3 ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જાહેર થતા ત્રણ કંપનીને મિસબ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગની ટીમે શહેરના પ્રખ્યાત અનામના ઘૂઘરા સહિત 8 ફરસાદણની દુકાનમાં ચેકિંગ કર્યું હતું.
પરિવાર વેલનેસ આઇ એન સી.,(ગોડાઉન)- શ્રમજીવી સોસા. 2/5 કર્મયોગ મકાન ની સામે, ઢેબર રોડ, રાજકોટ મુકામેથી પરેશભાઈ હરીલાલ ચોવટિયા પાસેથી લેવાયેલ ખાધચીજ-(450 ML PACKED) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો, હેલ્થ સપ્લીમેન્ટની ન્યુટ્રાસ્યુટીકલ/ ડાયેટરી યુઝ / સ્પેશીયલ મેડીકલ પર્પઝ, બાળકો થી દુર રાખવા અંગેની ચેતવણી વિગતો દર્શાવેલ ન હોવાથી મિસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ હતો.
આ પણ વાંચો :Election / પાંચ રાજ્યોમાં રોડ શો, સરઘસ અને રેલી પર પ્રતિબંધ યથાવત : ચૂંટણી પંચ
ઓશો મેડીકેર – ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ ટી. બસ પોર્ટ, ત્રીજો માળ, રાજકોટ મુકામેથી મીનલબેન પરેશભાઈ ચોવટિયા પાસેથી લેવાયેલ (વ્રજરાજ ઓર્ગેનિક, રામોદ તા. કોટડા સાંગાણી જી. રાજકોટ દ્વારા ઉત્પાદન કરેલ) ખાધચીજ – RIMOKS (60 TABLETS PACK) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો, હેલ્થ સપ્લીમેન્ટની ન્યુટ્રાસ્યુટીકલ/ ડાયેટરી યુઝ / સ્પેશીયલ મેડીકલ પર્પઝ ની વિગતો દર્શાવેલ ન હોવાથી મિસબ્રાન્ડેડ ફુડ જાહેર થયેલ.
ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ફરસાણના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૦ ફુડ બિઝનેસ ઓપરેટરની વપરાશ માં લેવાતા ખાદ્ય તેલની TPCવેલ્યુ નીચકાસણી કરવામાં આવેલ.
ફૂડ વિભાગ દ્વારા શહેરના સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ (૧)સ્વાતિ ગાંઠીયા હાઉસ (૨)ઉમિયાજી ફરસાણ (૩)Mr. PATEL ગાંઠીયા (૪) શ્રીનાથજી ફરસાણ (૫)મહાદેવ ગાંઠીયા (૬)એસ. કે. ફૂડ (૭)HACK CHARTS (૮)અનામ ઘૂઘરા (૯)હરભોલે ફરસાણ (૧૦)મહાવીર ફરસાણ ની ફૂડ સેફ્ટિ ઓન વ્હિલસ વાન સાથે ઉપયોગ માં લેવાતા ખાદ્ય તેલની TPC વેલ્યુ નીચકાસણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :Election / પાંચ રાજ્યોમાં રોડ શો, સરઘસ અને રેલી પર પ્રતિબંધ યથાવત : ચૂંટણી પંચ