હત્યા/ જામનગરમાં ઘેટા ચરાવતા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઉતાર્યા મોતને ઘાટ

જામનગરના સામતપીર ગામમાં રહેતા ખેતાભાઈ ચાવડિયા નામના વૃદ્ધ ઘેટા બકરાને ચરાવવા જરઘોડા વાડી વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના પર હથિયાર વડે હુમલો કર્યો હતો.

Gujarat Others
ઘેટા

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ઘેટા-બકરા ચરાવનાર વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ ઘાતકી હથિયાર વડે હુમલો કરતા વૃદ્ધનું મોત થયું હતું.જામનગરના સામતપીર ગામમાં રહેતા ખેતાભાઈ ચાવડિયા નામના વૃદ્ધ ઘેટા બકરાને ચરાવવા જરઘોડા વાડી વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના પર હથિયાર વડે હુમલો કર્યો હતો.જેમાં તેમનું મોત થયું હતું.આ અંગે વૃદ્ધના પુત્રએ પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :અમદાવાદ બાદ લીમખેડા – દાહોદ હાઈવે પર અકસ્માત, બે મહિલાનું ઘટના સ્થળે જ મોત

જામનગર શહેર નજીક હાપા માર્કેટીંગ યાર્ડ પાછળના જરોઘોડા વાડી વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે ઘેટા-બકરા ચરાવતા વૃદ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો વડે માથામાં અને આંખ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

જામનગર તાલુકાના સામતપીર ગામમાં રહેતાં 70 વર્ષીય ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયા નામના વૃદ્ધ શુક્રવારે સાંજના સમયે હાપા માર્કેટીંગ યાર્ડની પાછળ આવેલા જરોઘોડા વાડી વિસ્તારમાં તેના ઘેટા-બકરા ચરાવતા હતાં તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ આવીને વૃદ્ધ ઉપર પ્રાણઘાતક હથિયાર વડે માથાના ભાગે, જમણા કાને, જમણી આંખ ઉપર તથા દાઢીના ભાગે જીવલેણ ઘા ઝીંકતા વૃધ્ધ સ્થળ પર ઢળી પડયા હતાં. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

આ પણ વાંચો :ડીસા બાદ સાણંદમાં ફાયરિંગની ઘટના, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ અંગે મૃતકના પુત્ર વાલાભાઈ ભરવાડ દ્વારા જાણ કરાતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસે કયા કારણોસર વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. ઉપરાંત ઘટનાસ્થળની આજુબાજુમાં પણ લોકોની પુછપરછ કરી હત્યારાઓનું સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :ગુજરાતના બે સિંગર કોરોનાની ચપેટમાં, રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ થયા સંક્રમિત

આ પણ વાંચો :કુદરતના મારથી ઓછા ઉત્પાદનને કારણે,ડુંગળીના સારા ભાવ મળવા છતા ખેડૂતોની હાલત કફોડી

આ પણ વાંચો :ગતિશીલ અમરેલી નામનાં ગ્રુપમાં અશ્લીલ વીડિયો વાયરલ