Not Set/ ગુજરાતના બે સિંગર કોરોનાની ચપેટમાં, રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ થયા સંક્રમિત

જીગ્નેશ કવિરાજે પોસ્ટમાં જણાવ્યું કે મારો Covid 19 રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે અને હું અત્યારે હોમ ક્વોરન્ટાઈન છું.

Top Stories Ahmedabad Gujarat
જીગ્નેશ

ગુજરાત સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બોલિવૂડ સ્ટાર્સ બાદ હવે એક પછી એક ગુજરાતી કલાકારો સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાતમાં હવે જાણીતા સિંગરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં ગુજરાતી સિંગર રાકેશ બારોટ, રાજલ બારોટ અને જીગ્નેશ કવિરાજ કોરોના સંક્રમિત થયા છે. જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી છે અને પોતાના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે.

આ પણ વાંચો :ડીસા બાદ સાણંદમાં ફાયરિંગની ઘટના, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જીગ્નેશ કવિરાજે પોસ્ટમાં જણાવ્યું કે મારો Covid 19 રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે અને હું અત્યારે હોમ ક્વોરન્ટાઈન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો રિપોર્ટ કરાવી લે. કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી, કોરોનાથી સાવચેતી રાખવી આપણા અને આપણા પરિવાર માટે જરૂરી છે,”

રાકેશ બારોટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને લખ્યું કે, મિત્રો આજે હું Covid પોઝિટિવ આવ્યો છું, તો હમણાં બે-ત્રણ દિવસમાં હું જેમના કોન્ટેક્ટ આવ્યો છું એ મિત્રો કોવિડ ટેસ્ટ કરાવી લે અને બીજા તમામને મારી નમ્ર વિનંતી છે કે આ કપસા સમયે બધા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખે.

 નોંધનીય છે કે ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પણ પોસ્ટ શેર કરતા જણાવ્યું કહ્યું હતું કે, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. એવાં કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.’

આ પણ વાંચો :હાટકેશ્વરમાં ટ્રક ચાલકે ટુ-વ્હીલર દંપતીને લીધા અડફેટે, મહિલાનું મોત

આ પણ વાંચો :અમદાવાદ બાદ લીમખેડા – દાહોદ હાઈવે પર અકસ્માત, બે મહિલાનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો : કુદરતના મારથી ઓછા ઉત્પાદનને કારણે,ડુંગળીના સારા ભાવ મળવા છતા ખેડૂતોની હાલત કફોડી