- ટ્રક ચાલકે ટુ-વ્હીલર દંપતીને લીધા અડફેટે
- અકસ્માતમાં મહિલાનું નીપજ્યું મોત
- દિનેશભાઇ અને પત્ની સુશીલા બહેનને નડ્યો અકસ્માત
- એક ઇકો કારને પણ ટ્રક ચાલકે પહોચાડ્યું નુકશાન
અમદાવાદમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટના બની રહી છે. અને આવી ઘટનામાં માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે આવામાં શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું મોત થયું છે.
આ પણ વાંચો :રાજયમાં રાત્રિ કરફયુ હજી એક સપ્તાહ લંબાઈ શકે છે , આજે નવી ગાઈડલાઈન જાહેર કરાય તેવી શકયતા
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાટકેશ્વરમાં મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે ટુ વ્હિલર પર સવાર દંપતિને અડફેટે લીધું હતું.અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હતું આ અકસ્માતમાં એક ઇકો કારને પણ ટ્રક ચાલકે નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો :રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત, હવે મહેસુલ વિભાગને લીધું બાનમાં
આપને યાદ અપાવી દઈએ કે,બે દિવસ પહેલા મોરબીના રાજપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. મોરબીથી ખાનપર તરફ એસન્ટ કાર નબર જીજે.03 સી.એ. 4814 જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમવાતા રાજપર થી થોરાળા વચ્ચે આવેલ બોખરીયા હુનામાન મદિર પાસે આવેલ વીજ્પોલમાં કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર રાજેશભાઈ , મનોજભાઈ અને એક મહિલા સહિત ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા 108 ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી પણ સારવાર મળે તે પેહલા જ કારમાં સવાર એક મહિલા સહિત ત્રણય ના મોત થયા હતા અકસ્માત થત મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં દોડી ગાય હતા.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા
આ પણ વાંચો : સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર, હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો
આ પણ વાંચો : લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા
