Not Set/ એકવાર ફરી ક્રિકેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, હવે આ ટીમનાં ખેલાડી થયા સંક્રમિત

અંડર-19 વર્લ્ડકપમાં ફરી એકવાર કોરોનાનાં કેસ સામે આવ્યા છે. ભારત, ઝિમ્બાબ્વે પછી હવે વેસ્ટ ઈન્ડિઝનાં ખેલાડીઓ પણ સંક્રમણની ઝપટમાં આવ્યા છે, જેમાં ઓનાજે એમોરી અને જેડન કાર્માઈકલનું નામ સામેલ છે.

Sports
ક્રિકેટમાં કોરોના

અંડર-19 વર્લ્ડકપમાં ફરી એકવાર કોરોનાનાં કેસ સામે આવ્યા છે. ભારત, ઝિમ્બાબ્વે પછી હવે વેસ્ટ ઈન્ડિઝનાં ખેલાડીઓ પણ સંક્રમણની ઝપટમાં આવ્યા છે, જેમાં ઓનાજે એમોરી (Onaje Amory) અને જેડન કાર્માઈકલ (Jaden Carmichael) નું નામ સામેલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે આ જાણકારી આપી હતી.

આ પણ વાંચો – દુર્ઘટના / મુંબઈની કમલા બિલ્ડિંગમાં લાગી આગ ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે

ટૂર્નામેન્ટની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ કેવિન વિકહામ અને નાથન એડવર્ડ્સને બંને ખેલાડીઓને બદલવાની મંજૂરી આપી છે, જેઓ થોડા દિવસો માટે ક્વોરેન્ટિનમાં રહ્યા બાદ ટીમમાં જોડાશે. ICC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2022 માટેની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઓનાજે ઈમોરી અને જેડન કાર્માઈકલની જગ્યાએ કેવિન વિકહામ અને નાથન એડવર્ડ્સને મંજૂરી આપી છે.” આ ટૂર્નામેન્ટમાં કોવિડ-19 થી પ્રભાવિત થનારી વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી ટીમ છે. જાન્યુઆરીની શરૂઆતમાં, ચાર ઝિમ્બાબ્વેનાં લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને થોડા દિવસો પહેલા, ભારતનાં છ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અંડર-19 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝની અત્યાર સુધી એક જીત અને એક હાર થઈ છે. સ્કોટલેન્ડને સાત વિકેટથી હરાવતા પહેલા તેઓ ઓસ્ટ્રેલિયા સામે તેમની પ્રથમ મેચ છ વિકેટથી હારી ગયા હતા.

આ પણ વાંચો – Shocking / સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ફેનને પોલીસે માર્યો ઢોર માર, એક સમયે બોલાવ્યો હતો પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે

21મી જાન્યુઆરીએ રમાયેલી મેચમાં શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 9 વિકેટે 250 રન બનાવી શકી હતી. જવાબમાં શ્રીલંકાએ 48.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ગ્રુપ ડીમાં, શ્રીલંકા ત્રણેય મેચ જીતીને ટોચ પર છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ટીમ 3માંથી 2 મેચ હારી છે અને આ ટીમ ત્રીજા સ્થાને છે.