અમદાવાદ/ ડીસા બાદ સાણંદમાં ફાયરિંગની ઘટના, ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સાણંદના મટોડા ગામે ફાયરિંગનો બનાવ બન્યો છે. બે કાર લઈને આવેલા ઈસમો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે.ફાયરિંગ દરમિયાન ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.

Ahmedabad Gujarat
ફાયરિંગની
  • સાણંદના મટોડા ગામે ફાયરિંગનો બનાવ
  • ફાયરિંગ દરમ્યાન ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
  • બે કાર લઈને આવેલ ઈસમો ફાયરીંગ કરી ફરાર
  • ઈજાગ્રસ્તોને બાવળા સરકારી હોસ્પિ. ખસેડાયા
  • પોલીસે આરોપીને પકડવા કવાયત હાથ ધરી

રાજ્યમાં અવાર-નવાર ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે ત્યારે અવધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. સાણંદના મટોડા ગામે ફાયરિંગનો બનાવ બન્યો છે. બે કાર લઈને આવેલા ઈસમો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે.ફાયરિંગ દરમિયાન ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. જેને સારવાર અર્થે બાવળા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જો કે, પોલીસે આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :હાટકેશ્વરમાં ટ્રક ચાલકે ટુ-વ્હીલર દંપતીને લીધા અડફેટે, મહિલાનું મોત

ડીસાના ભીલવાસમાં ગુરુવારે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. બનાસકાંઠાના ડીસામાં સામાન્ય બોલાચાલીમાં એક યુવક પર ફાયરિંગ થતા ગોળી યુવકના પગમાં વાગી હતી. પગમાં ગોળી વાગતા અરવિંદસિંહ રાજપૂત નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. યુવક પર હુમલો કરનાર હુમલાખોર કે કે લુહાર અગાઉ અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો છે. આ મામલે ડીસા ઉત્તર પોલીસે ફુવારા સર્કલ પાસે ભય ફેલાવતા શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર, હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો

આ પણ વાંચો :  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા

આ પણ વાંચો : જિલ્લામાં આવેલ થાનગઢ તાલુકાના જામવાડી ગામે બાળ લગ્ન અટકાવાયા