Not Set/ ગુજરાત/ જિલ્લા-તાલુકા પંચાયતોની ખાલી બેઠકો માટે આવતીકાલે પેટાચૂંટણી

ગુજરાતમાં ખાલી પડેલી જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે 29 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે. મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે જિલ્લા પંચાયતની ખાલી પડેલી 3 બેઠક માટે 7 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે 41 ખાલી બેઠકોની આયોજીત પેટાચૂંટણી પૈકી 4 બેઠક પર એક પણ ઉમેદવારીરપત્ર નહીં ભરાયા નથી. 7 બેઠક માટે કોર્ટમેટર થતાં પેટાચૂંટણી યોજી શકાશે નહીં. જ્યારે […]

Gujarat Others
caa 10 ગુજરાત/ જિલ્લા-તાલુકા પંચાયતોની ખાલી બેઠકો માટે આવતીકાલે પેટાચૂંટણી

ગુજરાતમાં ખાલી પડેલી જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે 29 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે. મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે જિલ્લા પંચાયતની ખાલી પડેલી 3 બેઠક માટે 7 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જ્યારે 41 ખાલી બેઠકોની આયોજીત પેટાચૂંટણી પૈકી 4 બેઠક પર એક પણ ઉમેદવારીરપત્ર નહીં ભરાયા નથી. 7 બેઠક માટે કોર્ટમેટર થતાં પેટાચૂંટણી યોજી શકાશે નહીં. જ્યારે 3 બેઠક સાબરકાંઠા જિલ્લાના પોશીનાની 2 બેઠક અને ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડાની 1 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. પરિણામે તાલુકાપંચાયતની 41 પૈકી 27 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. 27 બેઠકો માટે આયોજીત પેટાચૂંટણી માટે 61 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યાં છે. 31 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે.

ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી, 29 ડિસેમ્બરે યોજાશે પેટાચૂંટણી

3 જિલ્લા પંચાયતની બેઠક માટે 7 ઉમેદવારો

27 તાલુકા પંચાયતની બેઠક માટે 61 ઉમેદવારો

3 બેઠક બિનહરીફ ભાજપે કબજે કરી જેમાં

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની બે બેઠક અને ગીર-સોમનાથજિલ્લાના સૂત્રાપાડા તાલુકા પંચાયત –રાખેજણો સમાવેશ થાય છે.

4 બેઠક પર ઉમેદવારીપત્રો ભરાયા નહી

મહેસાણાજિલ્લાના સતલાસણા તાલુકાપંચાયત- સતલાસણા-1, પાટણજિલ્લાના હારીજ તાલુકાપંચાયત વાંસા, સુરેન્દ્રનગરજિલ્લાના થાનગઢ તાલુકાપંચાયત- જામવાડી, અમરેલીજિલ્લાના બાબરા તાલુકાપંચાયત- ઉટવડ

કોર્ટ મેટરના કારણે પેટાચૂંટણી મુલતવી –

પાટણજિલ્લાના ચાણસ્મા તાલુકાની 5 બેઠક (1) લણવા (2) જીતોલા (3) કંબોઇ

(4) રણાસણ (5) વડાવલી

ખેડાજિલ્લાના મહેમદાવાદ તાલુકાની 2 બેઠક (1) ખાત્રજ (2) માંકવા

ગુજરાતમાં આયોજીત 3 જિલ્લા પંચાયતની ખાલી પડ઼ેલી 3 બેઠક માટે 7 અને 27 તાલુકાપંચાયતની ખાલી પડેલી બેઠકો માટે 61 ઉમેદવારો મળીને કુલ 68 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થશે. ડિસેમ્બર 31 મી એ પરિણામ જાહેર થશે.

અરૂણ શાહ , મંતવ્યન્યૂઝ , અમદાવાદ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.