મોટી જાહેરાત/ 24 એપ્રિલે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા કરાઇ જાહેરાત

વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ છે.

Top Stories Gujarat Others
exam

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખો જાહેર
24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
ક્લાર્ક અને ઓફિસ આસિ. વર્ગ-3ની પરીક્ષા
ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા કરાઇ જાહેરાત

વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ છે. ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષાની જાહેરાત કરીને કહેવાયુ કે, મોકૂફ રખાયેલી બિનસચિવાલય પરીક્ષા હવે 24 એપ્રિલે લેવાશે. ઉલ્લેખનીય છે કે, 50 દિવસ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે.

આપને જણાવી દઈએ કે, બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી.

4 વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ હતી. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી હતી. 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.