WEF/ PM મોદી દાવોસ સમિટના પ્રથમ દિવસે સંબોધન કરશે..

પાંચ દિવસીય દાવોસ એજન્ડા સમિટના પ્રથમ દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘દુનિયાની સ્થિતિ’ વિષય પર વિશેષ સંબોધન કરશે

Top Stories India
12 11 PM મોદી દાવોસ સમિટના પ્રથમ દિવસે સંબોધન કરશે..

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં ઓનલાઈન આયોજિત થઈ રહેલી પાંચ દિવસીય દાવોસ એજન્ડા સમિટના પ્રથમ દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘દુનિયાની સ્થિતિ’ વિષય પર વિશેષ સંબોધન કરશે. ‘ ‘દાવોસ એજન્ડા’ સમિટનું સતત બીજા વર્ષે ડિજિટલી આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સમિટ સોમવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંબોધન સાથે શરૂ થશે. આ પછી બે વર્ચ્યુઅલ સત્રો યોજાશે, પહેલું કોવિડ-19 પર અને બીજું ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ટેક્નોલોજી સહકાર પર. PM મોદીનું વિશેષ સંબોધન સોમવારે રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે. તેમના પછી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સંમેલનને સંબોધિત કરશે.

ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ અને જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો મંગળવારે સંબોધન કરશે. ઇવેન્ટની જાહેરાત કરતાં, WEF એ કહ્યું કે ‘ડેવોસ એજન્ડા 2022’ એ પહેલું વૈશ્વિક મંચ હશે જ્યાં વિશ્વભરના મહત્વના નેતાઓ 2022 માટે તેમના વિઝન શેર કરશે. આ કાર્યક્રમની થીમ ‘ધ કન્ડીશન ઓફ ધ વર્લ્ડ’ છે.