Not Set/ મુંબઇ સિરિયલ બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનું પાકિસ્તાનમાં મોત

બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં મૃત્યુ થયું હતું. આ માહિતી આપતાં મુંબઈ પોલીસે કહ્યું કે તે અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલની નજીક હતો

Top Stories India
11 9 મુંબઇ સિરિયલ બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનું પાકિસ્તાનમાં મોત

1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં મૃત્યુ થયું હતું. આ માહિતી આપતાં મુંબઈ પોલીસે કહ્યું કે તે અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલની નજીક હતો.પોલીસના જણાવ્યા અનુસાર, સલીમ હૃદયની બિમારી ઉપરાંત ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને અન્ય બિમારીઓથી પીડિત હતો. 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા. સલીમ આ વિસ્ફોટોના મુખ્ય આરોપીઓમાંનો એક હતો. વિસ્ફોટો બાદ તે દાઉદ સાથે પાકિસ્તાન ભાગી ગયો હતો.ગયા વર્ષે જ વિસ્ફોટોના મુખ્ય કાવતરાખોર ટાઈગર મેમણના ભાઈ યુસુફ મેમણનું પણ નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં મૃત્યુ થયું હતું