દાળ પણ મોંઘીદાટ/ મોંઘવારીથી જનતા ત્રાહિમામ… તેલ-દૂધ બાદ દાળના ભાવ પણ આસમાને

મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે.

Top Stories Gujarat Others
દાળ પણ મોંઘીદાટ

મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુમાં ભાગ વધી રહ્યા છે કોરોના મહામારી પછી દેશનું અર્થતંત્ર પાટા પર આવતાની સાથે જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. રોજેરોજ ભાવના નવા ચાર્ટ બને છે, અને તેમાં વધારો જ થઈ રહ્યો છે. આમાં, હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ મોંઘા થવા લાગ્યાં છે.

છેલ્લા એક જ મહિનામાં દાળ-કઠોળના ભાવમાં 16 ટકાનો જંગી વધારો થયો છે. આ ભાવ વધારાના અનેક કારણ છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજો અને હોસ્ટેલો ખૂલતા તેમજ પ્રવાસન વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. સાથે જ કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. તો તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે. કઠોળ પકવતા ખેડૂતો કપાસની ખેતી તરફ વળતા કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને કારણે ભાવ વધારો નડી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલમાં ફરી ભાવવધારો
રોજ રાત્રે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થાય તો લોકોને આંચકો લાગે છે. સતત 15 દિવસથી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે પેટ્રોલમાં 80 અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે. CNGની કિંમતમાં 6.45 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ગુજરાત ગેસે કિલોદીઠ 6.45 રૂપિયા કિંમત વધારી છે. CNGની કિંમત પ્રતિકિલો 76.98 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ગુજરાત ગેસનો CNGનો અગાઉ ભાવ 70.53 રૂપિયા હતો. જેનો આજથી જ રાજ્યમાં નવો ભાવ વધારો અમલી થયો છે. સતત ભાવ વધતા પેટ્રોલ રૂપિયા 105 રૂપિયાને પાર થયું છે. પેટ્રોલ બાદ પણ ડીઝલની કિંમત પણ 100ની નજીક પહોંચી છે.

આ પણ વાંચો: પંજાબની જીત બાદ હિમાચલ પ્રદેશમાં AAPની એન્ટ્રી, આજે મંડીમાં કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો

આ પણ વાંચો:ગુજરાતની શાળાઓ માટે વિશ્વ બેંક અને AIIB 7,500 કરોડ રૂપિયાની લોન આપશે

આ પણ વાંચો:મુર્તઝાના ઘરેથી મળી એરગન, ટેરેસ પર શૂટીંગ શીખતો હતો,પત્નીની પણ પુછપરછ