સબસીડી/ ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી આ રીતે મેળવી શકાશે 

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવવામાં આવનાર છે.

Top Stories Gujarat Others
shergadh 3 1 ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી આ રીતે મેળવી શકાશે 

ઈલેક્ટ્રીક વ્હિકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત સબસીડી મેળવવા અરજદારે ડીજીટલ ગુજરાત પર અરજી કરવાની રહેશે . રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૦૧ જુલાઇ-૨૦૨૧ થી રાજ્યમાં નોંધાયેલા ઈલેક્ટ્રીક વાહનો ખરીદનારને સબસીડી ચુકવવામાં આવનાર છે.

ઈ-વ્હીકલ પોલીસી-૨૦૨૧ અંતર્ગત નાગરિકો સબસીડીનો લાભ મેળવી શકે તે હેતુસર અરજદારએ ગુજરાત સરકારના “ડીજીટલ ગુજરાત” digitalgujarat.gov.in પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી પોતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીની સાથે વાહનનો નોંધણી નંબર, વાહન માલિકનો મોબાઈલ નંબર તથા તેમના નામના બેંક એકાઉન્ટનો નંબર અને IFSC કોડની વિગતો આપવાની રહેશે. તે ઉપરાંત કેન્સલ કરેલ ચેક/પાસબુકનું પ્રથમ પાન અપલોડ કરવાનું રહેશે. સબસીડી મેળવવા માટેની ઓનલાઈન અરજી અંગે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં તેમ રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

કયા વાહન માટે કેટલી સબસિડી?

સરકારની જાહેરાત પ્રમાણએ દ્વીચક્રી વાહન માટે મહત્તમ રૂ. 20,000, થ્રી વ્હીલર એટલે કે રિક્ષા જેવા વાહનો માટે રૂ. 50,000 અને ફોર વ્હીલર એટલે કે મોટરકાર માટે રૂ. 1,50,000 સુધીની સબસિડી સરકાર ચૂકવશે. સરકારની જાહેરાત પ્રમાણે આ સબસિડી વાહનની ક્ષમતા એટલે કે કિલો વોટ પ્રમાણે ચૂકવવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો જો સરકાર એવું નક્કી કરે કે ત્રણ કિલોવોટ માટે મહત્તમ 20,000 સબસિડી મળશે તો તેનાથી ઓછી ક્ષમતાના વાહનોનો ઓછી સબસિડી મળશે. જ્યારે કુલ ક્ષમતાનું બાઇક ખરીદવા પર પૂરેપૂરી સબસિટી મળશે. સરકારે જાહેર કરેલી રકમ મહત્તમ છે.