સગીર પર બળાત્કાર/ દિલ્હીમાં સગીર બાળકો પણ સલામત નહીઃ પાંચ જણે સગીર બાળક પર વારંવાર કર્યો બળાત્કાર

દિલ્હીમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે માહિતી આવી રહી છે કે દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક જગ્યાએ પાંચ છોકરાઓએ સગીર છોકરા પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો

Top Stories India
Minor rape દિલ્હીમાં સગીર બાળકો પણ સલામત નહીઃ પાંચ જણે સગીર બાળક પર વારંવાર કર્યો બળાત્કાર

નવી દિલ્હી: દિલ્હીમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓ Minor Rape અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે માહિતી આવી રહી છે કે દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક જગ્યાએ પાંચ છોકરાઓએ સગીર છોકરા પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ બતાવે છે કે દિલ્હી સગીરા તો ઠીક સગીર બાળકો માટે પણ સલામત નથી. શહેરમાં મોટાપાયા પર વિકૃતિ વધી ગઈ છે. યુવતીઓ અને સગીરાઓ પર તો બળાત્કારની નવાઈ જ રહી નથી હવે આ વાત સગીર બાળક સુધી પહોંચી ગઈ છે.

સગીર બાળક સાથેના યૌન શોષણ વિશે માહિતી Minor Rape આપતાં ન્યૂઝ એજન્સીએ ટ્વીટ કર્યું, “સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પાંચ છોકરાઓ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક સગીર છોકરા પર ઘણી વખત યૌન શોષણ કરવામાં આવ્યું હતું.” બાળકની મેડિકલ તપાસ કર્યા બાદ POCSO એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ બતાવે છે કે રાજધાનીમાં પરિસ્થિતિ કેટલી હદ સુધી વણસી ગઈ છે.

માહિતી મળતાં જ દિલ્હી પોલીસ ક્રાઈસિસ Minor Rape ઈન્ટરવેન્શન સેન્ટર (CIC)ના કાઉન્સેલરો સાથે ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.મામલાની માહિતી મળતાં, IO SI પ્રમોદ અને CPWO w/SI સુમન સાથે CIC કાઉન્સેલર ઘટનાસ્થળે પહોંચ્યા. જેમાં પીડિત કે તેની માતા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા સમયે પાડોશમાં રહેતા 5 છોકરાઓ દ્વારા પીડિત બાળક સાથે શારીરિક સંબંધ બાંધવાની લેખિત ફરિયાદ આપી હતી.

આ ઘટનાને લઈને પોલીસ તપાસ પણ કરી રહી છે અને Minor Rape પીડિત બાળકનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસે હવે આ પ્રકારની ઘટનાઓમાં પોલીસ કાર્યવાહીની સાથે-સાથે કાઉન્સેલિંગની પણ જરૂરિયાત વર્તાઈ રહી છે. પોલીસનો દાવો છે કે પોક્સો હેઠળ નોંધાનારા ગુના સામે અમે ઝડપી તપાસ કરીએ છીએ અને આ ગુનેગારોને અમે આકરામાં આકરી સજા થાય તેનું ધ્યાન પણ રાખીએ છીએ. તેની સાથે આ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ ન ભરાઈ જાય તેનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. આ સગીર બાળકના કેસમાં પણ પોલીસે દોષિતો સામે આકરી અને ઝડપી કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ અપાવ્યો છે. પોક્સો હેઠળના કોઈપણ ગુનાને પોલીસ હળવાશથી નહી લે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ

મોદી-ફિઝિયોથેરપી/ સારો ફિઝિયોથેરપિસ્ટ એ જેની દર્દીને વારંવાર જરૂર ન પડેઃ મોદી

અક્ષર પટેલ-જાડેજા બેટિંગ/ ભારત પ્રથમ ટેસ્ટમા 400 રનમા ઓલઆઉટઃ ઓસ્ટ્રેલિયા પર 223 રનની લીડ, અક્ષર પટેલના 84 રન

રશિયા-યુક્રેન યુદ્ધ/ યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા મોદી પુતિનને મનાવી શકેઃ અમેરિકા