Not Set/ AMCનો મહત્વનો નિર્ણય, 50 વર્ષની વધુ વયનાને ઘરે જ બેઠા અપાશે રસી

કોરોના સામે  લડવા માટે AMC તંત્રે કમર કસી છે. હવે ઘરે જઈ લોકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૫૦ વર્ષથી વધુની ઉમરના લોકો ને ઘરે બેઠા જ રસીકરણનો લાભ લઇ શકશે

Top Stories Ahmedabad
vaccine 2 1 AMCનો મહત્વનો નિર્ણય, 50 વર્ષની વધુ વયનાને ઘરે જ બેઠા અપાશે રસી
  • 18 વર્ષની ઉપરના દિવ્યાંગોને અપાશે રસી
  • સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અપાશે રસી
  • કોર્પોરેશનની હદમાં રહેતા લોકોને મળશે લાભ
  • AMC હેલ્થ વિભાગ ઘરે જઈને આપશે વેક્સિન

કોરોના સામે  લડવા માટે AMC તંત્રે કમર કસી છે. હવે ઘરે જઈ લોકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૫૦ વર્ષથી વધુની ઉમરના લોકો ને ઘરે બેઠા જ રસીકરણનો લાભ લઇ શકશે. તેમને હવે ક્યાંય પણ રસી માટે જવાની જરૂર નથી. AMC હેલ્થ વિભાગ દ્વારા ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકોને તેમના ઘરે જઈ AMC હેલ્થ વિભાગ દ્વારા રસી આપવામાં આવશે.

સાથે ૧૮વર્ષથી વધુ ઉમરના દિવ્યાંગ લોકોને પણ AMC હેલ્થ વિભાગ ઘર જઈ રસી આપશે. AMC હેલ્થ વિભાગ દ્વારા સવારે ૯ વાગ્યાથી લઇ સાંજના ૯ વાગ્યા સુધી આ અભિયાન હાથ ધરવામાં આવશે. જેનો અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં રહેતા લોકો લાભ લઇ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મોટા ભાગમાં BRTS  બસ મથકે પણ વેક્સીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. વધુમાં AMC હેલ્થ વિભાગ દ્વારા પણ વિવિધ જાહેરાતો દ્વારા લોકોને રસીલેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. AMTS કે BRTS અથવા અન્ય જાહેર સ્થળોએ જવા માટે રસીના બંને ડોઝ પણ જરૂરી કર્યા છે. જેથી લોકોમાં રસીકરણ ને લઇ વધુ જાગૃત બને.

સાથે સાથે કેટલીક બાંધકામ સાઈટ અને ફેક્ટરી ઉપર પણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ત્યાં કામ કરતા વર્કર્સ સહેલાઈથી રસી લઇ શકે.

લખીમપુર ખેરી / છત્તીસગઢ અને પંજાબ સરકાર મૃત ખેડૂતોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા આપશે

ભરૂચ / મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલના ભરૂચમાં આગમનને લઈ તંત્ર શહેરના ગાબડા છુપાવવામાં વ્યસ્ત

Gujarat / ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ

લખીમપુર ખેરી હિંસા / વાયા લખીમપુર પંજાબમાં સત્તાનો તાજ મેળવશે કોંગેસ ? નવજોત સિંહ સિદ્ધુ લખીમપુર ખેરી સુધી પદયાત્રા કરશે