જામનગર/ એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે….

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાનપુર (લતીપુર) ગામના પ્રગતિશીલ ખેડૂત બળદેવભાઈ ખાત્રાણીની કોઠાસૂઝે કમાલ કરી દીધો છે. તેઓ 2005ની સાલથી ખેતી સાથે સંકળાયેલા છે.

Gujarat Others
દેશી ગુલાબ

જામનગરના પ્રગતિશીલ ખેડૂતની કોઠાસુઝ રંગ લાવી છે. 9 ચોપડી પાસ ખેડૂતે યુટ્યુબમાંથી ઓર્ગેનિક ખેતી શીખી. ત્યારબાદ 2 વિઘા જમીનમાં દેશી ગુલાબ અને બીટ મિશ્ર પાકનું વાવેતર કર્યું હતું. હાલ ગાય આધારિત ખેતી થકી આ ખેડૂત એકર દીઠ દર વર્ષે 1.40 લાખની જબરી કમાણી કરી રહ્યો છે.

Untitled 54 1 એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે....

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાનપુર (લતીપુર) ગામના પ્રગતિશીલ ખેડૂત બળદેવભાઈ ખાત્રાણીની કોઠાસૂઝે કમાલ કરી દીધો છે. તેઓ 2005ની સાલથી ખેતી સાથે સંકળાયેલા છે. ત્યારબાદ જમીનમાં સારી ઉપજ ન થતા નાસીપાસ થવાને બદલે ઓર્ગેનિક ખેતીનો રાહ અપનાવ્યો હતો. 9 ધોરણ સુધીનો જ અભ્યાસ કરનાર બળદેવભાઈએ માત્ર યુટ્યુબમાંથી જ વીડિયો જોય-જોયને તમામ માહિતી એકઠી કરી લીધી હતી. ત્યારબાદ 15 વિઘા જમીનમાં ગાય આધારિત ખેતીના માર્ગે વળ્યાં હતા.જે બાદ માતૃકૃપા ઓર્ગેનિક ફાર્મમાં ગુલાબ, બીટ, જવારા અને મગફળી સહિનું વાવેતર કર્યું હતું. જેમાં પણ રાસાયણિક ખાતર અને ઝેરી દવાનો ઉપયોગ કરવાને બદલે માત્ર ગૌમૂત્ર, જીવામૃત થકી જ જબરું ઉત્પાદન કર્યું છે.

Untitled 54 2 એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે....

બળદેવભાઈની સફળતાની શરૂઆત અહીંથી થાય છે. તેમણે માત્ર ગુલાબનું વાવેતર કરીને કામણી કરવાનું જ નહીં પરંતુ તેનું વેલ્યુ એડિશન કરી ગુલાબની સૂકી પાંડળીનું વેચાણ કરી રહ્યા છે.જેનો બજારમાં કોસ્મેટિકમાં ઉપયોગ લેવામાં આવે છે.ઉપરાંત સકળ, મધ, એલચી, જપત્રી, વરિયાળીનો ઉમેરો કરીનેચરલ ફોમમાં ગુલકંદ બનાવી વેચાણ કરી રહ્યા છે.ગુલકંદ બનાવતા 12 થી15 દિવસ જેટલો સમય લાગે છે. જેમાં ખાસ વાત એ છે કે આ ગુલકંદની એટલી માંગ છે કે બજાર સુધી વહેંચવા જવું પડતું નથી.ઘરેથી જ વેપારીઓ લઈ જાય છે.આમ એક જ એકરમાં વર્ષે 120 કિલો ગુલાબની પાંદડીઓ જેની કિંમત 60 હજાર અને 110 કિલો ગુલકંદ બનાવી 40 હજાર રૂપિયામાં વેચી 1.40 લાખની કમાણી કરી રહ્યા છે.

Untitled 54 3 એક ધરતીપુત્રની કોઠાસૂઝ લાવી રંગ, 2 વિઘા જમીનમાં કર્યું એવું કે....

આ ખેડૂત ગુલાબ અને બીટની સાથે જવારાનું પણ વાવેતર કરે છે. જવારા નું વાવેતર કરી બે વખત પાણી પાઈ છે અને માત્ર 24 દિવસ બાદ જવારાનું કટિંગ કરી એક દિવસ માટે સૂકવણી કરી એક કિલોના પેકિંગ બનાવી વેચાણ કરે છે. જવારા નો સુકો પાવડર ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન હોવાથી એક કિલોના 170 રૂપિયા સુધીનો ભાવ મળે છે.આમ જામનગર જિલ્લાના ખેડૂત ગાય આધારિત ખેતી કરી જગતના તાત ને પ્રેરણારૂપ બન્યા છે.

આ પણ વાંચો:સુરતમાં ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી ધરતી, રિક્ટર સ્કેલ પર મપાઈ 3.8 તીવ્રતા

આ પણ વાંચો:ભાવનગરની ઐતિહાસિક ધરોહરની સફાઈ ક્યારે?

આ પણ વાંચો:ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી