Not Set/ મહારાષ્ટ્રની માંઠાગાંઠમાં NCPનાં ભાગલા? કોંગ્રેસનો કકડાટ સપાટી પર

મહારાષ્ટ્રની માંઠાગાંઠે દેશમાં રાજનીતિના અનેક રૂપ એક સાથે ઉજાગર કરી દીધા છે. ભાજપનો 30 વર્ષ જૂનો સાથી શિવસેના, ભાજપથી છુટો પડી ગયો છે. તો શિવસેના અને કોંગ્રેસ-NCP, જે વિચારોનાં મામલે બે અલગ ધ્રૃવ સમાન પાર્ટીઓ સાથે આવી ગઇ. સત્તાની સાઠમારીમાં  NCPનાં ફાડિયા જોવામાં આવ્યા, તો કોંગ્રેસનાં એક નેતા દ્વારા શરદ પવાર સામે બેબાંક નિવેદનો જોવામાં […]

Top Stories India
sanjay nirupam મહારાષ્ટ્રની માંઠાગાંઠમાં NCPનાં ભાગલા? કોંગ્રેસનો કકડાટ સપાટી પર

મહારાષ્ટ્રની માંઠાગાંઠે દેશમાં રાજનીતિના અનેક રૂપ એક સાથે ઉજાગર કરી દીધા છે. ભાજપનો 30 વર્ષ જૂનો સાથી શિવસેના, ભાજપથી છુટો પડી ગયો છે. તો શિવસેના અને કોંગ્રેસ-NCP, જે વિચારોનાં મામલે બે અલગ ધ્રૃવ સમાન પાર્ટીઓ સાથે આવી ગઇ. સત્તાની સાઠમારીમાં  NCPનાં ફાડિયા જોવામાં આવ્યા, તો કોંગ્રેસનાં એક નેતા દ્વારા શરદ પવાર સામે બેબાંક નિવેદનો જોવામાં આવતા, કોંગ્રેસનો કકડાટ બહાર આવ્યો હોવાની પણ ત્વારીખે નોંધ લીધી.  આજ દિવસ જે સાથે હતા અને સારૂ સારૂ જ બોલતા તે નેતાઓ સામે સામે બાલતા જોવામાં આવ્યા અને જે વિરોધમાં બોલતા તેવા નેતા, એક-મેકનાં પક્ષમાં બોલવા લાગ્યા.

મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા અજીત પવાર અને તેના સમર્થક વિધાયકોના સાથથી સરકાર રચવામાં આવતા. કાક શરદ પવાર અને અજીત પવાર વચ્ચે ખટરાગ કે ભાગલા સામે આવી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં પણ ખટરાગ સામે આવી ગયો છે.

https://twitter.com/mantavyanews/status/1198116786387816454

જી હા,  કોંગ્રેસમાં પણ આ માંઠાગાંઠનાં કારણે વિવાદ છે અને તે સપાટી પર પણ આવી ગયો છે તે પ્રતિત થયું છે. કોંગ્રેસ નેતા સંજય નિરૂપમની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે, આમા કોંગ્રેસને નાહક જ બદનામ કરવામાં આવી રહી છે. કોંગ્રેસની વિચારધારા અલગ અને સેનાની વિતારધારા બિલકુલ અલગ છે.   કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે તો ત્યાં સુધી કહી દીઘું છે કે, CWC(કોંગ્રેસ )ને બરખાસ્ત કરવામાં આવે. શરદ પવાર પોઈઝન છે અને કોંગ્રેસ દ્વારા આ મામલે જનતા સાથે વિશ્વાસઘાત ન કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.