Twitter Blue Tick/ હટી જશે Free બ્લુ ટિક? ટ્વિટરના બ્લૂ ટિકને લઈને ફરી એકવાર મોટું નિવેદન

એલન મસ્ક આખા વિશ્વમાં તેમના નિર્ણયોથી ઘણા ચર્ચામાં રહે છે.પણ જ્યારથી ટ્વિટર તેમણે તેમના હાથમાં લીધુ છે ત્યારથી તેઓ ઘણા સક્રિય દેખાઈ રહ્યા છે.

Top Stories Tech & Auto
ટ્વિટર

ટ્વિટર પરથી હવે ફ્રી વાળા તમામ બ્લૂ ટિક હટાવી લેવાશે

સસ્પેન્ડેડ એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા માટે અપીલ કરી શકશે

ફ્રી યુઝર્સ પાસેથી બ્લૂ ટિક પાછી ખેંચી લેવામાં આવશે

એલન મસ્ક આખા વિશ્વમાં તેમના નિર્ણયોથી ઘણા ચર્ચામાં રહે છે.પણ જ્યારથી ટ્વિટર તેમણે તેમના હાથમાં લીધુ છે ત્યારથી તેઓ ઘણા સક્રિય દેખાઈ રહ્યા છે. ત્યારે હવે એલન મસ્કે એક બીજો નિર્ણય લીધો છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની બ્લૂ ટિકને લઈ એલન મસ્કે ફરી એક વાર મોટું નિવેદન આપ્યું છે. ટ્વિટરના નવા માલિક એલન મસ્કને પહેલાં ટ્વિટર બોટમાં સમસ્યા હતી અને હવે એલન મસ્કને બ્લૂ ટિક્સથી સમસ્યા છે. જોકે આ સમસ્યા માત્ર ફ્રી બ્લૂ ટિક્સ ધરાવતાં એકાઉન્ટ્સથી જ છે.

એલન મસ્કને એવા યુઝર્સ સાથે કોઈ સમસ્યા નથી કે, જેમણે બ્લૂ ટિક સાથે ટ્વિટર બ્લૂ પર સબ્સ્ક્રાઇબ કર્યું છે. એલન મસ્કે કહ્યું છે કે, ફ્રી બ્લૂ ટિક ધરાવતા લોકો જ ખરેખર ભ્રષ્ટ છે. ફ્રી યુઝર્સ પાસેથી જલદી જ બ્લૂ ટિક પાછી ખેંચી લેવામાં આવશે. મસ્કે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વિટર નું લેગસી બ્લૂ ચેક્સ કંપનીનું સૌથી જૂનું અને પ્રથમ વેરિફિકેશન મોડલ છે. આ હેઠળ સરકાર, કંપનીઓ, બ્રાન્ડ્સ અને સંસ્થાઓ, સમાચાર એજન્સીઓ અને પત્રકારો, મનોરંજન, રમતગમત અને ગેમિંગ, એક્ટિવિસ્ટ્સ, આયોજકો અને અન્ય પ્રભાવિત વ્યક્તિઓનાં ખાતાંની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ એલન મસ્ક હવે તેને બંધ કરી રહ્યા છે.

ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે જાણીતું છે. દરરોજ હજારો લોકોનાં ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે, જોકે લોકો પાસે અપીલ કરવાની ખૂબ જ ઓછી તક છે, પરંતુ હવે ટ્વિટર તેમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ટ્વિટરે કહ્યું છે કે, જે યુઝર્સનાં એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેઓ હવે તેમના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા માટે અપીલ કરી શકશે. આ સિવાય બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ટ્વિટરના નિયમો અને નીતિઓનું વારંવાર ઉલ્લંઘન થશે તો જ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે. આમાં કોઈ ચોક્કસ વર્ગ સામે હિંસાને પ્રોત્સાહન આપવું, કોઈને ધમકી આપવી, ગેરકાયદે સામગ્રી શેર કરવી વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ

આ પણ વાંચો:નામાંકિત ડ્રોન કંપની IdeaForge લઇને આવી રહી છે IPO, ડ્રાફ્ટ પેપર સેબીમાં કર્યું ફાઇલ

આ પણ વાંચો:LazyPay સહિતની આ એપ્સ પરથી સરકારે હટાવ્યો પ્રતિબંધ, જાણો કારણ