પથ્થરમારો/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનો પર ફેંકાયા પથ્થર, અનેક ગાડીઓના તૂટતા કાચ

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર પથ્થરમારાની ઘટના આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બની છે. મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ….

Ahmedabad Gujarat
અમદાવાદ વડોદરા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પથ્થરમારાની ઘટના બની હતી.  મંગળવારે રાત્રે આણંદ નજીક ગાડીઓ પર પથ્થર મારવામાં આવ્યા હતા. વડોદરાથી અમદાવાદ જતી કેટલીક કારો પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.બોરીયાવી અને ચકલાસી વચ્ચે આ ઘટના બની હતી. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવને લઈ આણંદ પોલીસ અને LCBએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : કોરોના બાદ દિવાળીનો અનેરો ઉત્સાહ, STએ પણ દોડાવી લોકો માટે વધુ બસ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પથ્થરમારાની ઘટના આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં બની છે. મંગળવારે રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જેમાં વડોદરાથી અમદાવાદ જતી ગાડીઓ પર પથ્થર ફેંકાયા હતા. આણંદથી થોડા આગળ સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડે પાર્ક કરેલી હાલતમાં હતા. તથા કેટલાંક વાહનોના કાચ તૂટેલા હતા. સામરખા ગામની હદ પાસે કેટલાંક ઈસમો દ્વારા જઈ રહેલા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, દિવાળી જેવા તહેવારોને લઈને લોકો જણસો લઈ જતા હોય લૂંટના ઈરાદે હુમલો કરાયો હોઈ શકે છે. જોકે, આ અંગેની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવતા તેઓએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

આ પણ વાંચો : શહેરના 127 કોન્સ્ટેબલોને દિવાળીની ગિફટ, હેડ કોન્સ્ટેબલની બઢતી અપાઈ

જેથી આણંદનાં DYSP ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર ચાલકોની પૂછપરછ હાથ ધરી હતી. એક્સપ્રેસ વેની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી. જેમાં એક કાર ચાલક ઘાયલ થયાનાં સમાચાર મળ્યા છે. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. જાણ થતા જ પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ કરાયું હતું. જોકે, અજાણ્યા ઈસમો પોલીસને હાથ લાગ્યા નહોતા.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં કાલથી દિવાળી વેકેશન પડી જશે

આ પણ વાંચો :  બજારમાં ખરીદીની ધૂમ, ખરીદીને લઈને વેપારીઓમાં ખુશી

આ પણ વાંચો :રણમાં પક્ષીઓનો શિકાર કરવા નીકળેલા શિકારીઓ અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરે તે પહેલાં જ માલવણથી દબોચ્યા